Final Up to date:
CBSE Board Exams: CBSEએ બોર્ડની 2026-27 સેશનથી ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે APAAR ID ફરજિયાત કરવા અને વર્ષ 2028થી ધોરણ 10માં ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયની બોર્ડની પરીક્ષા બે લેવલ પર કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પાછળ બોર્ડનો ઉદ્દેશ શિક્ષણ વ્યવસ્થાને વધુ વ્યવસ્થિત, પારદર્શી અને ડિજિટલ બનાવવાનો છે.
CBSE Board Exams: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ બે મોટા નિર્ણય લીધા છે. (1) 2026-27 સેશનથી ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે APAAR ID ફરજિયાત કરવામાં આવશે, એટલે કે અપાર આઈડી (APAAR ID) વગર વિદ્યાર્થીઓ પરીક્ષાનું રજિસ્ટ્રેશન નહીં કરાવી શકે. (2) વર્ષ 2028થી ધોરણ 10માં ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયની બોર્ડની પરીક્ષા બે લેવલ પર કરવામાં આવશે. આ નિર્ણય પાછળ બોર્ડનો ઉદ્દેશ શિક્ષણ વ્યવસ્થાને વધુ વ્યવસ્થિત, પારદર્શી અને ડિજિટલ બનાવવાનો છે.
અપાર આઈડી (APAAR ID)નું પૂરું નામ ઓટોમેટેડ પરમનેન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી (Everlasting Educational Account Registry) છે. જે દરેક વિદ્યાર્થિની એક ડિજિટલ એકેડમિક ઓળખ હશે. જેના દ્વારા દરેક વિદ્યાર્થીનો સમગ્ર શૈક્ષણિક રેકોર્ડ એક જ જગ્યાએ સુરક્ષિત રહેશે, જેને ભવિષ્યમાં સરળતાથી જોઈ શકાશે.
બોર્ડની સમીક્ષામાં સામે આવ્યું કે, વર્ષ 2025-26 સુધીમાં બોર્ડ સાથે જોડાયેલી શાળાઓમાં 50 ટકા કરતા પણ ઓછા વિદ્યાર્થીઓએ APAAR ID બનાવી હતી. આ જ કારણસર બોર્ડે હવે વર્ષ 2026-27 થી ધોરણ 9 થી 12ના દરેક વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન અને ઉમેદવારોની યાદી (LOC) માટે અપાર ID ફરજિયાત આપવી પડે તેવો નિર્ણય લીધો છે.
CBSE એ બીજો મોટો નિર્ણય એ લીધો છે કે, વર્ષ 2028થી ધોરણ 10માં ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની પરીક્ષા બે લેવલ પર લેવામાં આવશે. હાલ માત્ર ગણિતમાં બે લેવલ (બેઝિક અને સ્ટાન્ડર્ડ)ની પરીક્ષા થાય છે, પરંતુ હવે વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાં પણ આ પદ્ધતિનો ઉપયોગ થશે. જેનાથી વિદ્યાર્થીઓને તેમની ક્ષમતા મુજબ વિષય પસંદ કરવામાં મદદ મળશે.
CBSE ના આ નિર્ણયો પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે, બોર્ડ હવે એજ્યુકેશન સિસ્ટમને ડિજિટલ અને વધુ વ્યવસ્થિત બનાવવાની દિશામાં કડક પગલાં લઈ રહ્યો છે. અપાર IDથી વિદ્યાર્થીઓનો ડેટા સુરક્ષિત અને પારદર્શક રહેશે, જ્યારે બે અલગ-અલગ લેવલની પરીક્ષાથી વિદ્યાર્થીઓને તેમની યોગ્યતા મુજબ ભણવાનો વિકલ્પ મળશે. આગામી વર્ષોમાં આ ફેરફારોનો શાળાઓની શૈક્ષણિક વ્યવસ્થા પર મોટો પ્રભાવ પડશે.
Feb 21, 2026 11:28 AM IST
CBSEના નિયમોમાં ફેરફાર, હવે આ ID વગર નહીં આપી શકશો પરીક્ષા! ધો. 10ની પરીક્ષા અંગે પણ લેવાયો મોટો નિર્ણય

