Enterprise Girls: ગૃહઉદ્યોગથી બદલાયું મહિલાઓનું જીવન, ઘરકામની સાથે કરે છે બિઝનેસ

Enterprise Girls: ગૃહઉદ્યોગથી બદલાયું મહિલાઓનું જીવન, ઘરકામની સાથે કરે છે બિઝનેસ

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

Girls Profitable in Enterprise: અમરેલી જિલ્લાના લિખાળા ગામની જયાબેન દોમડિયાએ અન્ય મહિલાઓ સાથે મળીને ગૃહઉદ્યોગ શરૂ કરી આત્મનિર્ભરતાની નવી ઓળખ ઊભી કરી છે. ભરતકામથી શરૂ થયેલી તેમની સફર આજે ખાટલી (મોતી) વર્ક સુધી પહોંચી છે અને મહિને 25થી 30 હજાર રૂપિયાની આવક મેળવી તેઓ ગ્રામ્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે.

+

ગામડાની

ગામડાની માહિલાઓએ ગૃહઉદ્યોગ શરૂ કર્યો

અમરેલી: અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ હવે માત્ર ઘરની જવાબદારીઓ સુધી સીમિત રહી નથી. ઘરનું કામ પૂર્ણ કર્યા બાદ વધારાના સમયમાં પોતાની આવક ઊભી કરવા માટે તેઓ ગૃહઉદ્યોગ શરૂ કરી આત્મનિર્ભર બનતી જઈ રહી છે. આવી જ એક પ્રેરણાદાયી કહાણી સાવરકુંડલા તાલુકાના લિખાળા ગામની જયાબેન દોમડિયાની છે, જેમણે અન્ય મહિલાઓ સાથે મળીને ગૃહઉદ્યોગ શરૂ કરી આજે મહિને 25થી 30 હજાર રૂપિયાની આવક મેળવી રહી છે.

જયાબેન દોમડિયાએ જણાવ્યું હતું કે તેમણે ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે અને હાલ તેઓ લિખાળા ગામમાં રહે છે. શરૂઆતમાં પાંચ મહિલાઓએ મળીને વ્યવસાય શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા ભરતકામ (એમ્બ્રોઇડરી)નું કામ કરતા હતા, પરંતુ સમય જતાં બજારની માંગને ધ્યાનમાં રાખીને ખાટલી વર્ક શરૂ કરવામાં આવ્યું. ખાટલી વર્ક એટલે મોતીકામ, જેમાં લાંબી દોરી બાંધી તેના પર અલગ અલગ રંગના મોતી પોરવીને આકર્ષક ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે.

આ મોતીકામથી વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવે છે, જેમ કે તોડલિયા, ઝુલા તેમજ ઘર અને કાર્યક્રમોના શણગાર માટેની અનેક સુશોભન વસ્તુઓ. આ તમામ વસ્તુઓ હાથથી તૈયાર થતી હોવાથી તેની કારીગરી અને ડિઝાઇન ગ્રાહકોને ખાસ આકર્ષે છે. તૈયાર થયેલ માલનું વેચાણ અમરેલી જિલ્લામાં તેમજ આસપાસના વિસ્તારોમાં કરવામાં આવે છે. જયાબેન કહે છે કે શરૂઆતમાં થોડો સંઘર્ષ રહ્યો હતો, પરંતુ ધીરજ અને મહેનતથી આજે આ ગૃહઉદ્યોગ સારી રીતે આગળ વધી રહ્યો છે. મહિને સરેરાશ 25 હજારથી 30 હજાર રૂપિયાની આવક મળી રહે છે, જેના કારણે પરિવારની આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવ્યો છે. સાથે સાથે અન્ય મહિલાઓને રોજગાર મળી રહ્યો છે, જે ગ્રામ્ય વિસ્તારોમાં મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે.

આ પણ વાંચો: ગુજરાતનું આ ગામ રાજસ્થાનના 1300 લોકોને પૂરી પાડે છે રોજગારી, બોરની ખેતી માટે છે જાણીતું

ગ્રામ્ય વિસ્તારોમાં આવી પહેલથી મહિલાઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને તેઓ પોતાના પગ પર ઊભી થવા માટે પ્રેરિત થઈ રહી છે. સરકાર અને વિવિધ સંસ્થાઓ તરફથી યોગ્ય માર્ગદર્શન અને સહાય મળે તો આવા ગૃહઉદ્યોગો વધુ વિસ્તરી શકે અને અનેક મહિલાઓને રોજગાર મળી શકે. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી ઊભી થયેલી આ સફળતા કથા આજે અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *