આ સ્ટ્રેન થોડા મહિના પહેલા પશુઓ અને કાચા દૂધમાં જોવા મળેલા બર્ડ ફ્લૂથી અલગ છે. વૈજ્ઞાનિકો કહે છે કે વાયરસ પોતાને જીવંત રાખવા માટે પરિવર્તન કરે છે, પરંતુ બર્ડ ફ્લૂ વાયરસમાં 9 પરિવર્તન થયા છે, જે ખતરનાક બની શકે છે. આવી સ્થિતિમાં, આ વાયરસ પ્રત્યે સતર્ક રહેવાની જરૂર છે.તાજેતરમાં, અમેરિકામાં બર્ડ ફ્લૂના ઘણા કેસ નોંધાયા છે. આ વાયરસને કારણે બિલાડીઓ પણ મૃત્યુ પામી. અમેરિકામાં ગાયો પણ આ વાયરસથી સંક્રમિત થઈ હતી.
