Magnificence Suggestions: ચોખાના પાણી માંથી ફેસ વોશ અને સીરમ બનાવવાની સરળ રીત, ચહેરો કાચ જેમ ચમકશે

Magnificence Suggestions: ચોખાના પાણી માંથી ફેસ વોશ અને સીરમ બનાવવાની સરળ રીત, ચહેરો કાચ જેમ ચમકશે

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


DIY Rice Water Face Wash Serum: ચોખાના પાણીનો ઉપયોગ ત્વચા કેર માટે કરવામાં આવે છે. ચહેરાના નિખાર માટે ચોખાના પાણી માંથી ફેસ વોશ અને ફેસ સીરમ બનાવી શકાય છે. ચોખામાં વિવિધ પ્રકારના પોષક તત્વો હોય છે જે ડાઘ દૂર કરવામાં, કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે. ચોખાના પાણીમાં વિટામિન બી, ઇ અને મિનરલ્સ હોય છે જે ત્વચાને પોષણ આપે છે.

આ સાથે જ તેમાં જોવા મળતા એન્ટીઓકિસડન્ટ્સ ફ્રી રેડિકલ્સ સામે રક્ષણ આપે છે. એમિનો એસિડ ચહેરાનો રંગ સુધારવામાં મદદ કરે છે. ચોખાના પાણી માંથી નીકળતું સ્ટાર્ચ ત્વચાને કડક બનાવવામાં મદદ કરી શકે છે. તેને લગાવતા પહેલા તમારે એકવાર ‘પેચ ટેસ્ટ’ કરાવવું જોઈએ, જેથી એલર્જી સહિત ત્વચા પર કોઈ પણ પ્રકારનું નુકસાન ટાળી શકાય. ચાલો તેને કેવી રીતે બનાવવું તે જાણીયે.

ચોખાના પાણી માંથી ફેસ વોશ કેવી રીતે બનાવવું : How To Make Rice Water Face Wash At House

ચોખાના પાણી માંથી ફેસ વોસ બનાવવા માટે સામગ્રી

  • ચોખા
  • પાણી
  • બેબી ફેસ વોશ
  • બદામનું તેલ
  • ગુલાબ જળ

ચોખાના પાણી માંથી ફેસ વોશ બનાવવાની રીત : Rice Water Face Wash Making Suggestions

ચોખાના પાણી માંથી ફેશ વોશ બનાવવા માટે સૌથી પહેલા ચોખાને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે આ પાણી અલગ વાસણમાં કાઢો. તેમાં થોડાં ચોખા ઉમેરો અને તેને પીસી લો. હવે આ મિશ્રણને એક વાસણમાં રેડો અને પછી ગેસ પર પકવો. પાણી સંપૂર્ણપણે શોષાઇ જાય ત્યાં સુધી પકવો, પછી તેને બહાર કાઢી લો. તેમાં ગુલાબજળ અન બદામનું તેલ ઉમેરો. તમે દરરોજ રાત્રે સૂતા પહેલા આ ફેસ વોશથી તમારો ચહેરો ધોઈ શકો છો.

ચોખાના પાણી માંથી ફેસ સીરમ કેવી રીતે બનાવવું? 

ચોખાના પાણી માંથી ફેસ સીરમ બનાવવા માટે સામગ્રી

  • અડધો કપ ચોખા
  • 1 કપ પાણી,
  • 1 ચમચી એલોવેરા જેલ
  • ગુલાબજળ
  • 1 વિટામિન ઇ કેપ્સ્યુલ

આ પણ વાંચો | મોંઘી લિપસ્ટિકથી નહિ, રસોડાની આ વસ્તુથી થશે તમારા હોઠ નરમ ગુલાબી

ચોખાના પાણી માંથી ફેસ સીરમ બનાવવાની રીત

તે બનાવવા માટે, ચોખાને એક કપ પાણીમાં 4-5 કલાક પલાળી રાખો. ત્યારબાદ પાણી કાઢીને અલગ કરી લો. તેમાં એલોવેરા જેલ, ગુલાબજળ અને વિટામિન ઇ ઉમેરો. આ બધી સામગ્રીને મિક્સ કરો. પછી તેને કાચની બોટલમાં ભરો. તેને રેફ્રિજરેટરમાં 5-7 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે.

ડિસ્ક્લેમર : આ લેખમાં આપેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન હોય તો એક્સપર્ટ્સની સલાહ લેવી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *