BCCI Naman Awards 2026 : રાહુલ દ્રવિડ, શુભમન ગિલથી લઇને સ્મૃતિ મંધાના સુધી, કોને મળશે કયો એવોર્ડ, જુઓ લિસ્ટ

BCCI Naman Awards 2026 : રાહુલ દ્રવિડ, શુભમન ગિલથી લઇને સ્મૃતિ મંધાના સુધી, કોને મળશે કયો એવોર્ડ, જુઓ લિસ્ટ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


BCCI Naman Award 2026 Record : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ નમન એવોર્ડ 2026ના વિજેતાઓના નામની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ 15 માર્ચે દિલ્હીમાં યોજાશે. બીસીસીઆઈએ રાહુલ દ્રવિડ અને સ્ટુઅર્ટ બિન્નીને કર્નલ સીકે નાયડુ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ આપવાની જાહેરાત કરી છે. જ્યારે ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર મિતાલી રાજને બીસીસીઆઇ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ ફોર વિમેન્સ એવોર્ડ એનાયત કરવામાં આવશે.

શુભમન ગિલને પોલી ઉમરીગર એવોર્ડ મળશે

શુભમન ગિલને બેસ્ટ ઇન્ટરનેશનલ ક્રિકેટર મેન્સ (પોલી ઉમરીગર એવોર્ડ) જ્યારે સ્મૃતિ મંધાનાને બેસ્ટ ઇન્ટરનેશનલ ક્રિકેટર મહિલાનો એવોર્ડ એનાયત કરવામાં આવશે. હર્ષિત રાણાને બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યૂ મેન માટે જ્યારે શ્રી ચરણીને બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યૂ (મહિલા) એવોર્ડ માટે પસંદ કરવામાં આવી છે. મંધાનાને મહિલા ક્રિકેટમાં સૌથી વધુ બનાવવા માટે હાઇએસ્ટ વન ડે રન જ્યારે વન ડેમાં સૌથી વધુ વિકેટ ઝડપવા બદલ દીપ્તિ શર્માને હાઇએસ્ટ વન ડે વિકેટ ટેકરનો એવોર્ડ આપવામાં આવશે.

આયુષ મ્હાત્રેને લાલા અમરનાથ એવોર્ડ મળશે

આયુષ મ્હાત્રેની કેપ્ટન્સી હેઠળ ભારતે આ વર્ષે અંડર-19 વર્લ્ડ કપનું ટાઈટલ જીત્યું હતું અને આ એવોર્ડ સમારંભમાં તેને બેસ્ટ ઓલરાઉન્ડ (લિમિટેડ ઓવર ડોમેસ્ટિક) પર્ફોમન્સ માટે લાલા અમરનાથ એવોર્ડથી નવાજવામાં આવશે. ભારતીય મહિલા ઓપનર બેટ્સમેન શેફાલી વર્માને 2024-25ની સિઝન માટે શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર (સિનિયર ડોમેસ્ટિક વનડે) માટે જગમોહન દાલમિયા ટ્રોફી એનાયત કરવામાં આવશે.

હર્ષ દુબેને બેસ્ટ ઓલરાઉન્ડર એવોર્ડ મળશે

વિદર્ભના હર્ષ દુબેને 2024-25ની સિઝન માટે રણજી ટ્રોફીમાં શ્રેષ્ઠ ઓલરાઉન્ડરનો લાલા અમરનાથ એવોર્ડ મળશે. જ્યારે મુંબઈ ક્રિકેટ એસોસિએશનને ફરી એક વખત બીસીસીઆઇની ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં શ્રેષ્ઠ દેખાવનો એવોર્ડ મળશે કારણ કે તેણે આ સિઝનમાં ચાર ટ્રોફી જીતી હતી અને બે માં રનર્સઅપ રહ્યા હતા.

BCCI નમન એવોર્ડ્સ 2024-25: વિજેતાઓની સંપૂર્ણ યાદી

જગમોહન દાલમિયા ટ્રોફી

  • શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર (જુનિયર ડોમેસ્ટિક) – ઇરા જાધવ (મુંબઈ) 
  • શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર (સિનિયર ડોમેસ્ટિક, વન ડે) – શેફાલી વર્મા (હરિયાણા) 
  • સૌથી વધુ વિકેટ લેનાર, વિજય મર્ચન્ટ ટ્રોફી અંડર 16 (એલિટ) – યશવર્ધન સિંહ ચૌહાણ (મધ્ય પ્રદેશ) 
  • સૌથી વધુ વિકેટ લેનાર, વિજય મર્ચન્ટ ટ્રોફી અંડર 16 (પ્લેટ) – કિશન સરકાર (ત્રિપુરા) 
  • સૌથી વધુ રન બનાવનાર, વિજય મર્ચન્ટ ટ્રોફી અંડર 16 (એલિટ) – શાંતનુ સિંહ (ઉત્તર પ્રદેશ)
  • સૌથી વધુ રન બનાવનાર, વિજય મર્ચન્ટ ટ્રોફી અંડર 16 (પ્લેટ) – પ્રીતમ રાજ (બિહાર)

આ પણ વાંચો –  આઈપીએલ 2026 ના કાર્યક્રમની જાહેરાત

એમ.એ. ચિદમ્બરમ ટ્રોફી

  • સૌથી વધુ વિકેટ લેનાર, કૂચ બિહાર ટ્રોફી અંડર 19 (એલિટ) – હેમચુડેસન જે (તામિલનાડુ) 
  • સૌથી વધુ વિકેટ લેનાર, કૂચ બિહાર ટ્રોફી અંડર 19 (પ્લેટ) – અર્કાજીત રોય (ત્રિપુરા) 
  • સૌથી વધુ રન બનાવનાર, કૂચ બિહાર ટ્રોફી અંડર 19 (એલિટ) – નિત્યા પંડ્યા (બરોડા) સૌથી
  • સૌથી વધુ રન બનાવનાર, કૂચ બિહાર ટ્રોફી અંડર 19 (પ્લેટ) – રાઘવન રામમૂર્તિ (પુડુચેરી) સૌથી
  • સૌથી વધુ વિકેટ ઝડપનાર, કર્નલ સીકે નાયડુ ટ્રોફી અંડર 23 (એલિટ) – વિકી ઓસ્તવાલ (મહારાષ્ટ્ર) 
  • સૌથી વધુ વિકેટ ઝડપનાર, કર્નલ સીકે નાયડુ ટ્રોફી અંડર 23 (પ્લેટ) – દીપજ્યોતિ સૈકિયા (આસામ) 
  • સૌથી વધુ રન બનાવનાર, કર્નલ સીકે નાયડુ ટ્રોફી અંડર 23 (એલિટ) – મેકનીલ એચએન (કર્ણાટક) 
  • સૌથી વધુ રન બનાવનાર, કર્નલ સીકે નાયડુ ટ્રોફી અંડર 23 (પ્લેટ) – આર જશવંત શ્રીરામ (પુડુચેરી)

માધવરાવ સિંધિયા એવોર્ડ

  • સૌથી વધુ વિકેટ ઝડપનાર, રણજી ટ્રોફી (એલિટ) – હર્ષ દુબે (વિદર્ભ) 
  • સૌથી વધુ વિકેટ ઝડપનાર, રણજી ટ્રોફી (પ્લેટ) – સુચિત જે (નાગાલેન્ડ) 
  • સૌથી વધુ રન બનાવનાર ખેલાડી, રણજી ટ્રોફી (એલિટ) – વાય વી રાઠોડ (વિદર્ભ) 
  • સૌથી વધુ રન બનાવનાર ખેલાડી, રણજી ટ્રોફી (પ્લેટ) – સ્નેહલ કૌથનકર (ગોવા)

લાલા અમરનાથ એવોર્ડ

  • બેસ્ટ ઓલરાઉન્ડર, ડોમેસ્ટિક લિમિટેડ ઓવર- આયુષ મ્હાત્રે (મુંબઈ) 
  • બેસ્ટ ઓલરાઉન્ડર, રણજી ટ્રોફી – હર્ષ દુબે (વિદર્ભ)

અમ્પાયર એવોર્ડ

  • બીસીસીઆઈ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન – મુંબઈ ક્રિકેટ એસોસિએશન
  • ડોમેસ્ટિક ક્રિકેટ 2023-24માં શ્રેષ્ઠ અમ્પાયર- ઉલ્હાસ ગાંધે (વિદર્ભ)

મહિલા વન-ડેમાં સૌથી વધુ વિકેટ/રન

  • વન-ડેમાં સૌથી વધુ રન બનાવનાર – સ્મૃતિ મંધાના
  • વન-ડેમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર – દીપ્તિ શર્મા

બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યૂ 2024-25

  • શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ, મહિલા – એન શ્રી ચરણી
  • શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ, પુરુષ – હર્ષિત રાણા શ

પોલી ઉમરીગર એવોર્ડ

  • બેસ્ટ ઇન્ટરનેશનલ ક્રિકેટર- શુભમન ગિલ
  • શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટર – સ્મૃતિ મંધાના

લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ

  • કર્નલ સી.કે. નાયડુ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ – રોજર બિન્ની,
  • કર્નલ સી.કે. નાયડુ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ – રાહુલ દ્રવિડ
  • બીસીસીઆઈ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ ફોર વુમન – મિતાલી રાજ

આ કાર્યક્રમ 15 માર્ચે દિલ્હીમાં યોજાશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *