BCCI દ્વારા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત, રોહિત-વિરાટને મોટો આંચકો, ખાલી આ ત્રણ ખેલાડી A ગ્રેડમાં કરાયા સામેલ

BCCI દ્વારા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત, રોહિત-વિરાટને મોટો આંચકો, ખાલી આ ત્રણ ખેલાડી A ગ્રેડમાં કરાયા સામેલ

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


Final Up to date:

BCCIએ નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં A+ ગ્રેડ હટાવ્યો, રોહિત શર્મા અને વિરાટ કોહલીને ગ્રેડ Bમાં મૂક્યા, માત્ર શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા ગ્રેડ Aમાં.

રોહિત-વિરાટનું ડિમોશન
રોહિત-વિરાટનું ડિમોશન

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ICC T20 વર્લ્ડ કપ વચ્ચે પોતાના વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. નવા કોન્ટ્રાક્ટમાં કુલ 30 ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. આ વખતે માત્ર ત્રણ ગ્રેડ – A, B અને C રાખવામાં આવ્યા છે, જ્યારે ગયા વર્ષે કુલ ચાર ગ્રેડ હતા. નવા કોન્ટ્રાક્ટમાં A+ ગ્રેડ હટાવી દેવામાં આવ્યો છે, જેમાં પહેલા વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ખેલાડીઓ હતા.

BCCIના નવા કોન્ટ્રાક્ટ મુજબ વિરાટ કોહલી અને રોહિત શર્માને ગ્રેડ Bમાં રાખવામાં આવ્યા છે. તેનું કારણ એ છે કે હવે આ બંને ખેલાડી ટીમ ઈન્ડિયા માટે માત્ર બે જ ફોર્મેટમાં રમે છે. ઉપરાંત, શ્રેયસ અય્યરની પણ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં વાપસી થઈ છે. ટીમ ઈન્ડિયાના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ હવે ગ્રેડ Bમાં છે.

સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મેળવનાર ખેલાડીઓની યાદી:

ગ્રેડ A: શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા

ગ્રેડ B: વિરાટ કોહલી, રોહિત શર્મા, વોશિંગ્ટન સુંદર, કે.એલ. રાહુલ, મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, કુલદીપ યાદવ, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર

ગ્રેડ C: અક્ષર પટેલ, તિલક વર્મા, રિંકુ સિંહ, શિવમ દુબે, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, ધ્રુવ જુરેલ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, નીતિશ રેડ્ડી, અભિષેક શર્મા, સાઈ સુદર્શન, રવિ બિશ્નોઈ, ઋતુરાજ ગાયકવાડ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *