Asha Bhosle Handed Away: આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન થયું છે. શનિવારે રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. આજે 12 એપ્રિલે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હવે દિગ્ગજ પ્લેબેક સિંગરના અવસાન પછી, તેની છેલ્લી પોસ્ટ વાયરલ થઈ રહી છે, જે તેણે 18 માર્ચે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં, તેણે તેના ગીત ‘ધ શેડો લાઇટ’ તેમજ જીવન અને મોક્ષ વિશે લખ્યું હતું.
આશા ભોંસલેની છેલ્લી પોસ્ટ વાયરલ
છેલ્લી પોસ્ટમાં આશા ભોંસલે ઇન્ટરનેશનલ બેન્ડ ‘ગોરિલાઝ’ સાથે જોવા મળી હતી. તસવીરની પૃષ્ઠભૂમિમાં ભારતીય મહોલ્લો, હાથી અને તૂટેલી વસ્તુઓ દેખાઈ રહી છે. તો તેમના કેપ્શનમાં લખ્યું છે કે, “ગીત ‘ધ શેડો લાઇટ’ મારા માટે ખૂબ જ ઊંડો અર્થ ધરાવે છે. વારાણસી જવું અને સૌથી પવિત્ર ગંગા નદીના કિનારે યાત્રા કરવી, મેં જે જોયું તેને નજીકથી સમજવા પર મને જીવનનો અર્થ સમજાયો. હું કોણ છું અને મારે આ ધરતી પર શું કરવાનું છે. ”
તેમણે આગળ લખ્યું છે, ‘ધ શેડો લાઇટ’માં આ ઊંડી નદીને પાર કરવી એ મારા જીવનની યાત્રાનું પ્રતીક છે. મારો જન્મ, મારા સંબંધો, સંગીત પ્રત્યેનો મારો જુસ્સો, મારી સિદ્ધિઓ અને એક પુત્રી, માતા, બહેન, પત્ની અને હિન્દુ ભારતીય તરીકેની મારી ફરજો. આ યાત્રામાં નાવિક મારું સંગીત છે, જે મને જીવનની આ નદીને પાર કરવા માટે મારો માર્ગદર્શક છે. જ્યારે હું બીજા કિનારે પહોંચીશ, ત્યારે મારી યાત્રા પૂર્ણ થશે. હું મોક્ષ પ્રાપ્ત કરીશ, જ્યાં હું હજારો ધ્વનીઓમાં એક થઇ જશે, જે આપણી આસપાસ દરેક સમયે તરતી રહે છે.
પોસ્ટના અંતે, ગાયિકા લખે છે, “જ્યારે તેમાંથી અમુક ધ્વનીઓને એક સાથે જોડવામાં આવે છે, ત્યારે તેઓ એક સુંદર ધુન બનાવે છે. તેવી જ રીતે, હું પણ તે અવાજોમાંની એક બનીશ. જે છેવટે એક સુંદર ગીતમાં એક સંગીત સ્વરનું સ્વરૂપ લેશે. એક એવું ગીત જે હજારો વર્ષો સુધી અનેક પેઢીઓ દ્વારા સાંભળવામાં આવશે. પ્રકૃતિ સાથે એકાકાર થવાની આ સ્વતંત્રતા નદીની બીજી બાજુ મારી રાહ જોઈ રહી છે. હવે તેમની આ પોસ્ટ જોયા પછી, ચાહકો તેમને પૂર્વાભાસ તરીકે જોઈ રહ્યા છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/04/12/asha-bhosle-death-news-2026-04-12-13-37-51.jpg)
આ પણ વાંચો | આશા ભોંસલે 10 વર્ષની ઉંમરે પ્રથમ ગીત ગાયું, 12000 થી વધુ ગીત ગાવાનો રેકોર્ડ
મલ્ટિ-ઓર્ગન ફેલ્યોર બન્યું મૃત્યુનું કારણ
તમને જણાવી દઇયે કે, ANI સાથે વાતચીત કરતા ડો. પ્રતીત સમદાનીએ જણાવ્યું હતું કે, આશા ભોંસલેએ આજે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મલ્ટિ-ઓર્ગન ફેલ્યોરને કારણે તેમનું અવસાન થયું હતું. ગાયિકાના પુત્ર આનંદ ભોંસલે પત્રકારોને જણાવ્યું હતું કે, આવતીકાલ સોમવારે સાંજે 4 વાગ્યે શિવાજી પાર્કમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
