Amitabh Bachchan Purchase Lanh In Ayodhya: બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ઉત્તર પ્રદેશના રામ જન્મભૂમિ અયોધ્યામાં રિયલ એસ્ટેટમાં મોટું રોકાણ કર્યું છે. અમિતાભ બચ્ચને 2.67 એકર જમીન ખરીદી છે, જેની કિંમત લગભગ 35 કરોડ રૂપિયા છે.
રિયલ એસ્ટેટ કંપની હાઉસ ઓફ અભિનંદન લોઢા (એચઓએબીએલ)એ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ સોદો અમિતાભ બચ્ચનની કંપની એબી કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરવામાં આવ્યો હતો. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ યાદવે આ સોદો પૂર્ણ કર્યો છે. આ જમીન કંપનીના 75 એકરના લક્ઝરી પ્રોજેક્ટ ‘ધ સરયુ’ નજીક આવેલી છે. આ પહેલા જાન્યુઆરી 2024માં અમિતાભ બચ્ચને આ જ પ્રોજેક્ટમાં પ્લોટ ખરીદ્યો હતો.
કંપનીના જણાવ્યા અનુસાર, અયોધ્યામાં બચ્ચન પરિવારનું આ ત્રીજું રોકાણ છે. આ પહેલા તેમણે કંપનીના ‘સોલ ડે અલીબાગ’ પ્રોજેક્ટમાં 10,000 ચોરસ ફૂટનો પ્લોટ પણ ખરીદ્યો હતો. કંપનીના ચેરમેન અભિનંદન લોઢાનું કહેવું છે કે અયોધ્યાનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે અને સરકાર પણ અહીં સતત રોકાણ કરી રહી છે. આ કારણોસર, આ શહેર જમીનમાં રોકાણ માટે વધુને વધુ લોકપ્રિય બની રહ્યું છે.
વર્ષ 2025માં અમિતાભ બચ્ચને અયોધ્યામાં 25,000 ચોરસ ફૂટનો પ્લોટ ખરીદ્યો હતો, જેની કિંમત 40 કરોડ રૂપિયા છે. મિંટના એક અહેવાલ અનુસાર, તેમણે 2024 માં રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા શહેરમાં 5,372 ચોરસ ફૂટનો પ્લોટ ખરીદ્યો હતો, જેના માટે તેણે 4.54 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.
સરયુના આ રિયલ એસ્ટેટમાં તેમણે 14.5 કરોડ રૂપિયાના રોકાણ ઉપરાંત શહેરમાં 54,000 ચોરસ ફૂટનો પ્લોટ પણ ખરીદ્યો હતો, જે તેમના પિતા હરિવંશ રાય બચ્ચનના ટ્રસ્ટ હેઠળ રજિસ્ટર્ડ છે.
આ પણ વાંચો | રશ્મિકા મંદાના વિજય દેવરકોંડા રિસેપ્શનનો ખાસ ઈમોશનલ વિડીયો કર્યો શેર, ચાહકોએ વરસાવ્યો પ્રેમ, જુઓ
વર્ષ 2020 માં શરૂ થયેલ, હાઉસ ઓફ અભિનંદન લોઢા દેશની સૌથી મોટી લેન્ડ ડેવલપમેન્ટ કંપનીઓ પૈકીની એક છે. છેલ્લા પાંચ વર્ષમાં કંપનીએ 1.3 કરોડ ચોરસ ફૂટથી વધુ વિકસિત જમીન વેચી છે. તો હાલમાં લગભગ 3.4 કરોડ ચોરસ ફૂટ જમીન પર વિકાસ કામગીરી ચાલી રહી છે.
