Final Up to date:
Uday Bhanu Chib Arrest: ઇન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટમાં શર્ટ કાઢીને વિરોધ પ્રદર્શન કરવા બદલ હવે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી રહી છે. શર્ટલેસ પ્રોટેસ્ટ મામલે દિલ્હી પોલીસે એક મોટું એક્શન લીધું છે.
Uday Bhanu Chib Arrest: ઇન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટમાં શર્ટ કાઢીને વિરોધ પ્રદર્શન કરવા બદલ હવે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી રહી છે. શર્ટલેસ પ્રોટેસ્ટ મામલે દિલ્હી પોલીસે એક મોટું એક્શન લીધું છે. હવે દિલ્હી પોલીસે યુથ કોંગ્રેસના ચીફ ઉદય ભાનુ ચિબની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, AI સમિટમાં વિરોધ-પ્રદર્શનની પ્લાનિંગમાં યુવા કોંગ્રેસના અધ્યક્ષ ઉદય ભાનુ ચિબની ભૂમિકા હતી. આશરે 15 કલાક પૂછપરછ કરાયા બાદ ઉદય ભાનુ ચિબની ધરપકડ કરવામાં આવી છે. ઉદય ભાનુ ચિબને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
ખરેખર, શુક્રવારે યુથ કોંગ્રેસના કાર્યકરોના એક ગ્રુપે ભારત મંડપમમાં AI ઇમ્પેક્ટ સમિટ દરમિયાન એક્ઝિબિશન હોલમાં શર્ટ કાઢીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેઓ સરકાર અને ઇન્ડિયા-અમેરિકા ટ્રેડ ડીલ વિરુદ્ધ લખાણ લખેલી ટી-શર્ટ હાથમાં પકડીને વિરોધ કરી રહ્યા હતા, જે બાદ સિક્યોરિટીએ તેમને ત્યાંથી હટાવી દીધા. આ કેસમાં 7 યુથ કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુ ચિબની ધરપકડની સાથે આ સંખ્યા વધીને 8 થઈ ગઈ છે.
ઉદય ભાનુ ચિબ જમ્મુ-કાશ્મીર સાથે સંબંધ ધરાવે છે. તેઓ ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. ઉદય ભાનુ ચિબ કોંગ્રેસ પાર્ટીના યુવા વિંગને લીડ કરે છે અને રાહુલ ગાંધીના નજીકના માનવામાં આવે છે. તેઓ પહેલાં જમ્મુ-કાશ્મીર પ્રદેશ યુથ કોંગ્રેસને લીડ કરી ચુક્યા છે. ચિબે યુવાનોના મુદ્દાઓ પર અનેક આંદોલનો કર્યા છે, જેમ કે બેરોજગારી, શિક્ષણ અને રાજકીય અધિકારો પર. ચિબે 2021માં IYCના અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું. તેઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને યુવાનોને કોંગ્રેસ સાથે જોડવાના પ્રયાસ કરે છે.
Delhi: Youth Congress staff raised slogans whereas Indian Youth Congress President Uday Bhanu Chib was being taken away from the court docket.
Patiala Home Court docket has despatched him to 4 days of police custody. He was arrested in reference to the protest on the AI Summit. pic.twitter.com/LlcWdnXhxJ— IANS (@ians_india) February 24, 2026
દિલ્હી પોલીસનું કહેવું છે કે, ઉદય ભાનુ ચિબ આ વિરોધ પ્રદર્શનની પ્લાનિંગમાં સામેલ હતા. 23 ફેબ્રુઆરી 2026ના રોજ તેમને તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. આશરે 15-20 કલાકની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, તેમની પાસે ઉદય ભાનુ ચિબ વિરુદ્ધ પર્યાપ્ત પુરાવા છે. પ્રોટેસ્ટમાં સામેલ કાર્યકર્તાઓએ ટી-શર્ટ પર ‘AI is Anti-India’ જેવા સ્લોગન લખ્યા હતા, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સરકાર વિરુદ્ધ હતા. તેઓ આ પ્લાનિંગનો ભાગ હતા.
#WATCH | Delhi: Indian Youth Congress Chief Uday Bhanu Chib arrested in reference to the Youth Congress protest at Bharat Mandapam, taken from Patiala Home Court docket.
Uday Bhanu Chib has been despatched for 4 days of police custody. pic.twitter.com/P8N8K5mgyE
— ANI (@ANI) February 24, 2026
– 20 ફેબ્રુઆરી 2026ના રોજ દિલ્હીના ભારત મંડપમમાં AI ઇમ્પેક્ટ સમિટ ચાલી રહી હતી.
– આ એક હાઈ-લેવલ ઇવેન્ટ હતી, જ્યાં AI ટેક્નોલોજી પર ચર્ચા થઈ રહી હતી.
– બપોરે આશરે 12:30 વાગ્યે યુવા કોંગ્રેસના કેટલાક કાર્યકર્તા પ્રદર્શન હોલમાં ઘૂસ્યા.
– તેમણે ટી-શર્ટ હાથમાં રાખીને વિરોધ કર્યો, જેના પર સરકાર વિરોધી સ્લોગન લખેલા હતા.
– પોલીસના જણાવ્યા અનુસાર, કાર્યકર્તાઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી QR કોડથી એન્ટ્રી લીધી હતી.
– યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા થોડી મિનિટ માટે વિરોધ પ્રદર્શન કરાયું, પરંતુ સમિટમાં હંગામો મચી ગયો હતો.
– કોંગ્રેસનું કહેવું છે કે આ યુવાનોની અવાજ હતી, પરંતુ ભાજપે તેને ભારતને બદનામ કરવાની સાજિશ ગણાવી.
New Delhi,Delhi
Feb 24, 2026 12:52 PM IST

