Agri Suggestions: કપાસના અવશેષમાંથી બનાવો કુદરતી ખાતર, ખર્ચ ઘટશે અને જમીન સુધરશે

Agri Suggestions: કપાસના અવશેષમાંથી બનાવો કુદરતી ખાતર, ખર્ચ ઘટશે અને જમીન સુધરશે

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Final Up to date:

Farmer Information: સમગ્ર સૌરાષ્ટ્રમાં કપાસની કાપણી પૂર્ણ થયા બાદ ખેતરોમાં સુકાયેલા છોડ, ડાળીઓ અને પર્ણના ઢગલા જોવા મળે છે. મોટા ભાગે ખેડૂતો તેને સળગાવી દે છે, પરંતુ કૃષિ નિષ્ણાતો કહે છે કે આ અવશેષો ખેતી માટે અમૂલ્ય સંપત્તિ છે. યોગ્ય વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવાથી કપાસના અવશેષોમાંથી ઓછી કિંમતમાં ઉત્તમ કુદરતી ખાતર તૈયાર કરી શકાય છે, જે જમીનની ઉપજક્ષમતા વધારવામાં મદદરૂપ થાય છે.

+

કપાસના

કપાસના છોડના અવશેષોનું ખાતર

અમરેલી: ગુજરાતમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં, મોટા પાયે કપાસની ખેતી થાય છે. હાલ કપાસનું ઉત્પાદન પૂર્ણ થઈ ચૂક્યું છે અને ખેતરોમાં કપાસના સુકાયેલા છોડ, ડાળીઓ અને પર્ણનો ઢગલો જોવા મળે છે. સામાન્ય રીતે ઘણા ખેડૂતો આ અવશેષોને સળગાવી દેતા હોય છે અથવા ખેતરમાંથી કાઢી ફેંકી દે છે. પરંતુ કૃષિ તજજ્ઞો કહે છે કે, જો કપાસના આ અવશેષોને યોગ્ય રીતે પ્રોસેસ કરવામાં આવે તો ઉત્તમ અને ઓછા ખર્ચે ખાતર મળી શકે છે, જે ખેતી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

કૃષિ તજજ્ઞ ચેતનભાઈ કુંભણી કહે છે કે, “ગુજરાતમાં કપાસનો પાક પૂરો થયા પછી બાકી રહેલા સુકાતા છોડ, ડાળીઓ અને પર્ણોને સળગાવવાને બદલે ખાતર તરીકે ઉપયોગ કરવો જોઈએ. સળગાવવાથી વાતાવરણ પ્રદૂષિત થાય છે, ધુમાડો ફેલાય છે અને જમીનની ઉપજક્ષમતા ઘટે છે. જો આ અવશેષોને જમીનમાં ભેળવી દેવામાં આવે, તો તે જમીન માટે કુદરતી પોષક તત્ત્વો પૂરા પાડે છે.”

ખેડૂતોએ પહેલા કપાસના સુકાયેલા છોડ, પર્ણ અને ડાળીઓને રોટાવેટર દ્વારા જમીનમાં ભેળવી દેવા જોઈએ. આ પ્રક્રિયા પછી, બજારમાં સરળતાથી મળતા ટ્રાયકોડર્મા જેવા લાભદાયક બેક્ટેરિયા ઉમેરવા જરૂરી છે, જે અવશેષોને ઝડપથી સડાવવામાં મદદ કરે છે અને ટૂંક સમયમાં ખાતર તરીકે પરિવર્તિત કરે છે. યોગ્ય ભેજ જાળવવા માટે થોડું પાણી છાંટવું પણ જરૂરી છે. ચેતનભાઈ વધુમાં કહે છે કે, જો ખેડૂત ઈચ્છે તો તમામ કપાસના અવશેષોને એક જગ્યાએ એકત્ર કરીને ભુક્કો બનાવી શકે છે. ત્યારબાદ તેમાં ટ્રાયકોડર્મા બેક્ટેરિયા ભેળવીને પાણી નાખવું અને માટીથી ઢાંકવું જોઈએ. આ રીતે લગભગ ત્રણ મહિનામાં 100% કુદરતી ખાતર તૈયાર થઈ જાય છે. આ ખાતર ઓર્ગેનિક ખાતર કરતાં પણ વધુ પોષક અને ફાયદાકારક માનવામાં આવે છે.

કપાસના છોડમાં રહેલું લિગ્નોસેલ્યુલોઝ તત્વ અત્યંત મહત્વપૂર્ણ છે. આ અવશેષોને ઓક્સિજન વિનાની પરિસ્થિતિમાં સડાવવાથી બાયોગેસ ઉત્પન્ન થાય છે, જે બળતણ તરીકે ઉપયોગી છે. સાથે સાથે બચેલા અવશેષો ઉત્તમ કાર્બનિક ખાતર તરીકે કાર્ય કરે છે. આ પદ્ધતિથી ખેડૂતો ઊર્જા અને ખાતર બંનેનો લાભ મેળવી શકે છે. આ પદ્ધતિ અપનાવવાથી ખેડૂતોને અનેક ફાયદા થાય છે. પ્રથમ, સળગાવાથી થતા પર્યાવરણને નુકસાનથી બચી શકાય છે. બીજું, મોંઘા રાસાયણિક ખાતર ખરીદવાની જરૂરત ઘટે છે. ત્રીજું, જમીનની જૈવિક ગુણવત્તા સુધરે છે અને લાંબા ગાળે પાકની ઉપજમાં વધારો થાય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *