ઈમરાન ખાનના વિરોધ પ્રદર્શન પર બોલ્યા ચિરાગ પાસવાન, ‘આ ચિંતાજનક છે’

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને અભિનેતા ઈમરાન ખાનની મુંબઈમાં આ મહિનાની શરૂઆતમાં થયેલા એક વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ ટીકા કરી છે. આ વિરોધ પ્રદર્શન મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર અને મતદાર યાદીઓની ‘સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન’ (SIR) પ્રક્રિયા સામે હતું. પટનામાં પત્રકારો સાથે વાત કરતા ચિરાગ પાસવાને કહ્યું કે, જોકે દરેક ભારતીય નાગરિકને કોઈપણ મુદ્દા પર વિરોધ કરવાનો અધિકાર છે પરંતુ આવા પ્રદર્શનોમાં વિદેશી નાગરિકની ભાગીદારી સ્વીકાર્ય નથી.

ચિરાગ પાસવાને ટિપ્પણી કરી, “મને આ અભિનેતા અને તેમનું કામ ગમે છે. જોકે તેમણે એ સમજવું જોઈએ કે માત્ર લાંબા સમય સુધી દેશમાં કામ કરવાથી કોઈ વ્યક્તિ ભારતીય નાગરિક બની જતી નથી. જ્યારે ભારતીય નાગરિકો વિરોધ પ્રદર્શનોમાં ભાગ લે છે ત્યારે હું તેનું સન્માન કરું છું પરંતુ જ્યારે વિદેશી નાગરિકો આવું કરે છે ત્યારે તે ચિંતાનો વિષય છે. કેન્દ્ર સરકારના એક સભ્ય તરીકે મને વિદેશી તત્વોના સમર્થનથી દેશમાં અરાજકતા ફેલાવવાના પ્રયાસો અંગે ચિંતા છે.”

ઈમરાન ખાનને નોટિસ મળી

ચિરાગ પાસવાન જેમણે રાજકારણમાં પ્રવેશતા પહેલા અભિનય ક્ષેત્રે પણ પ્રયાસ કર્યો હતો, તેઓ ઈમરાન ખાનને આપવામાં આવેલી ‘લીવ ઈન્ડિયા’ (ભારત છોડો) નોટિસ અંગેના પ્રશ્નોનો જવાબ આપી રહ્યા હતા. ઈમરાન ખાન ‘ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા’ (OCI) કાર્ડ ધારક છે અને તેમના પર ‘ફોરેનર્સ એક્ટ’ (વિદેશી નાગરિક કાયદો)ના ઉલ્લંઘનનો આરોપ છે.

આ પણ વાંચો: સાઉદી અરેબિયામાં હૂથી હુમલા બાદ ભારતની એડવાઈઝરી, ‘છત અને બાલકની પર ન ઊભા રહો’

ફિલ્મ સુપરસ્ટાર આમિર ખાનના ભત્રીજા ઈમરાન ખાનનો જન્મ યુનાઈટેડ સ્ટેટ્સમાં થયો હતો અને તેઓ અમેરિકન નાગરિકતા ધરાવે છે. જોકે તેમનો ઉછેર ભારતમાં થયો છે અને તેઓ એક દાયકાથી વધુ સમયથી ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય છે. મુંબઈમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથેના વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધાના થોડા સમય બાદ જ અભિનેતાને આ નોટિસ મળી હતી.

ચિરાગે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

ચિરાગ પાસવાને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની પણ ટીકા કરી, કારણ કે તેઓ ગોવામાં તેમના રાજકીય કાર્યક્રમોમાં વ્યસ્ત રહ્યા. તેમણે આની સરખામણી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી, જેમણે કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં થયેલી નાસભાગ જેમાં 19 લોકોના મોત થયા હતા. બાદ તેમના નિર્ધારિત કાર્યક્રમો રદ કરી દીધો હતો. ચિરાગ પાસવાને કહ્યું કે, આ ઘટના બાદ પોતાના નિર્ધારિત કાર્યક્રમો રદ કરીને અમિત શાહે સંવેદનશીલતા દર્શાવી છે. 

કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને ટિપ્પણી કરી, “આ બાબત પ્રાથમિકતાઓમાં રહેલો તફાવત દર્શાવે છે. એક તરફ આપણા ગૃહમંત્રી છે જેઓ એક દુર્ઘટના પ્રત્યે સંવેદનશીલ છે તો બીજી તરફ વિપક્ષ છે, જેના માટે રાજકારણ સિવાય બીજું કંઈ મહત્વનું નથી.”



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *