Chhathi Maiya Track Tamannaa Bhatia Upcoming Film : તમન્ના ભાટિયા અને સિદ્ધાર્થ મલ્હોત્રાની આગામી ફિલ્મ ધ વન માં પહેલીવાર છઠ પૂજા દર્શાવવામાં આવી હતી અને પહેલીવાર છઠી મૈયા પર ગીત પણ બનાવ્યું હતું. આ ગીત 10 સપ્ટેમ્બર, 2026ના રોજ ઝી મ્યુઝિક કંપનીના સત્તાવાર યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યું હતું.
આ ગીત દર્શકોને બહુ જ પસંદ આવ્યો છે, આટલું જ નહીં, ફિલ્મ અને આ ગીતની પણ ચર્ચા થઈ રહી છે કારણ કે બોલિવૂડમાં છઠ પૂજાનું મહત્વ અને વિશ્વાસ દર્શાવનારી આ પહેલી ફિલ્મ છે.
છઠી મૈયા ગીતને બે દિવસમાં 22 મિલિયન વ્યૂઝ
‘છઠી મૈયા’ ગીતના યુટ્યુબ વીડિયોને માત્ર 2 દિવસમાં લગભગ 22 મિલિયન વ્યૂઝ મળ્યા છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ ગીત દુનિયાભરમાં 17માં ક્રમે ટ્રેન્ડ કરી રહ્યું છે. વીડિયોના કોમેન્ટ સેક્શનમાં ચાહકો આ ગીત અંગે ખુશી વ્યક્ત કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે બોલિવૂડમાં છઠનું મહત્વ જોવું સારું છે.
આ ગીતને વિશાલ મિશ્રાએ ગાયું છે, ગીતના બલ કૌશલ કિશોરે લખ્યા છે અને કોરિયોગ્રાફી ચિન્ની પ્રકાશે કરી છે. આ ગીત વિશે સોશિયલ મીડિયા પર પણ નારાજગી જોવા મળી છે,જેમા લોકોએ છઠ પૂજાને યોગ્ય રીતે ન બતાવવા બદલ
અસંતોષ વ્યક્ત કર્યો હતો. યુઝર્સે દાવો કર્યો હતો કે, આ પૂજામાં પીળો રંગ પહેરવો જરૂરી છે પરંતુ તમન્ના ભાટિયા સહિત તમામ મહિલાઓ લાલ સાડી પહેરેલી જોવા મળી રહી છે.
ધ વન સ્ટાર કાસ્ટ
જો કે ગીતમાં છઠ પૂજાની દરેક વિધિ દેખાડી છે, જેમ કે સાંજે આથમના સૂર્યને અર્ઘ્ય આપવું અથવા સવારની પૂજા કરવી અને કોસી ભરવાની વિધિ કરવી, આ બધી મહત્વપૂર્ણ બાબતોનું ગીતમાં સારી રીતે ધ્યાન આપવામાં આવ્યું છે. દીપક કુમાર મિશ્રા અને અરુણાભ કુમાર દ્વારા દિગ્દર્શિત ‘ધ વન’ પૌરાણિક કથાઓથી પ્રેરિત એક કાલ્પનિક થ્રિલર છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, તમન્ના ભાટિયા, સુનીલ ગ્રોવર, મનીષ પોલ, શ્વેતા તિવારી અને અનુપ સોની છે.
ધ વન મૂવી ક્યારે રિલીઝ થશે?
ફિલ્મ ‘ધ વન’ની સ્ટોરીની વાત કરીએ તો તે એક રહસ્યમય જંગલ, અલૌકિક શક્તિઓ અને એક પ્રાચીન મંદિરની વાર્તા છે, જ્યાં એક શહેરનો માણસ તેના પૂર્વજોના ગામના પ્રતિબંધિત જંગલમાં જાય છે અને એક દૈવી શક્તિને જાગૃત કરે છે. આ ફિલ્મ 25 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે.
