કર્ણાટક SIR મતદાર યાદી, જાણીતા લોકોનો 2002ની યાદીમાં ઉલ્લેખ નથી

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Karnataka SIR : કર્ણાટકમાં SIR કામગીરી (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) દરમિયાન અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓને નોટિસ મળી છે. ઇન્ફોસિસના સહ સ્થાપક નંદન નીલેકણી અને ઝેરોધાના સહ સ્થાપક નિખિલ કામત સહિત ઘણા જાણીતા મતદારોના નામ ડિસ્ક્રેપેંસી લિસ્ટ (Discrepancy Listing) માં આવ્યા છે.

ચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મતદારોના નામ 2002ના જૂના ચૂંટણી રેકોર્ડમાંથી મેપ કરવામાં આવ્યા નથી. આવા મતદારો માટે નોટિસ તૈયાર આવી છે. જો કે, નંદન નિલેકણી અને નિખિલ કામતને સત્તાવાર રીતે નોટિસ ફટકારવામાં આવી છે કે નહીં તેની પુષ્ટિ થઈ નથી.

ઇન્ફોસિસના સહ સ્થાપક અને ઉદ્યોગપતિ નંદન નીલેકણીના સમગ્ર પરિવારના નામ કર્ણાટકમાં ચાલી રહેલી મતદાર યાદીની SIR હેઠળ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી ડિસ્ક્રેપેંસી લિસ્ટમાં શામેલ છે. 71 વર્ષીય નંદન નીલેકણી, તેમની 67 વર્ષીય પત્ની રોહિણી નીલેકણી અને તેમના સંતન જાહ્નવી નંદન નીલેકણી (38) અને નિહાર નીલેકણી (36)ને SIR હેઠળ ચાલી રહેલી દસ્તાવેજ ચકાસણી પ્રક્રિયા દરમિયાન નોટિસ આપવામાં આવે તેવી સંભાવના છે.

SIR ફાઇનલ મતદાર યાદી 27 ઓક્ટોબરે જાહેર થશે

ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા જોવામાં આવેલી ડિસ્ક્લોઝર લિસ્ટ અનુસાર, નીલેકણી અને તેના પરિવારના સભ્યોને Unmapped with final SIR કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કેટેગરીમાં એવા મતદારોનો સમાવેશ થાય છે જેમનું નામ 2002 ની મતદાર યાદીમાં નોંધાયું ન હતું.

નીલેકણી કુટુંબનું નામ BTM લેઆઉટ વિધાનસભા મત વિસ્તારની ડ્રાફ્ટ મતદાર યાદીમાં છે. તેઓ કોરમંગલાના ત્રીજા બ્લોકમાં રેડ્ડી જન સંઘ હાઈસ્કૂલના મતદાન મથક પર મતદાતા તરીકે નોંધાયેલા છે. અંતિમ મતદાર યાદીમાં નામ સામેલ કરવા માટે તેમણે ચૂંટણી પંચ દ્વારા મંજૂર કરાયેલા 11 દસ્તાવેજોમાંથી કોઈ પણ એક જમા કરાવવું પડશે. ચૂંટણી પંચ દ્વારા અંતિમ SIR મતદાર યાદી 27 ઓક્ટોબરે જાહેર કરવામાં આવે છે.

નીલેકણી બેંગલુરુ દક્ષિણ બેઠક પરથી 2014 ની લોકસભાની ચૂંટણી લડ્યા હતા, પરંતુ પૂર્વ કેન્દ્રીયમંત્રી અનંત કુમાર સામે 2.28 લાખ મતોના અંતરથી હારી ગયા હતા. તેઓ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુઆઈડીએઆઈ)ના સ્થાપક અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

CNR રાવનું નામ પણ ડિસક્રેપેંસી યાદીમાં સામેલ

નંદન નીલેકણી ઉપરાંત ભારત રત્ન એવોર્ડ વિજેતા વૈજ્ઞાનિક પ્રોફેસર સીએનઆર રાવ અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા હરેકલા હજબ્બા અને નીતિન કામત જેવી જાણીતી હસ્તીઓના નામ પણ ડિસક્રેપેંસી યાદીમાં સામેલ છે.

2002ની મતદાર યાદી સાથે નામના તફાવતને કારણે સીએનઆર રાવનું નામ ફ્લેગ કરવામાં આવ્યું હતું. જો કે, બેંગલુરુ શહેરી જિલ્લા ચૂંટણી અધિકારી મહેશ્વર રાવે બુધવારે સ્પષ્ટતા કરી હતી કે રાવને કોઈ નોટિસ આપવામાં આવી નથી. બૂથ લેવલ ઓફિસરે પોતાનું નામ અંતિમ મતદાર યાદીમાં સામેલ કરવાની ભલામણ કરી છે. તો નામના તફાવતને કારણે હરેકલા હજબ્બાને નોટિસ મોકલવામાં આવી છે.

આ પણ વાંચો | Exclusive: ઉત્તરાખંડ SIR, હરિદ્વાર સહિત 4 જિલ્લામાંથી મતદારનું નામ હટાવવા 85 ટકા અરજીઓ આવી

43.81 લાખ મતદારો માટે નોટિસ તૈયાર

SIR ડ્રાફ્ટ મતદાર યાદીમાં સામેલ 4.6 કરોડ મતદારોમાંથી 43.81 લાખ મતદારોને નોટિસ મોકલવામાં આવી છે. આ મતદારોએ નોટિસ સમયગાળા દરમિયાન બૂથ લેવલ ઓફિસરને સંબંધિત દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે. નોટિસ પ્રક્રિયા 22 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *