જૂના ડીઝલ ટ્રક અને બસોના માલિકોને સરકાર ટૂંક સમયમાં મોટી આર્થિક અને નિયમનકારી રાહત આપવા જઈ રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે જૂના ડીઝલ વાહનોમાં એક ખાસ ‘રેટ્રોફિટ ડિવાઇસ’ લગાવવાની મંજૂરી આપવામાં આવશે, જેનાથી તેમાંથી નીકળતું હાનિકારક પ્રદૂષણ મોટા પાયે ઘટી જશે. સૌથી મહત્વની વાત એ છે કે આ ડિવાઇસની અંદાજિત કિંમત માત્ર ₹4,000 થી ₹5,000 ની વચ્ચે રહેવાની શક્યતા છે.
