નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ ‘મારણ’નું ટ્રેલર રિલીઝ, 31 જુલાઈના રોજ થશે થિયેટરોમાં રિલીઝ

નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ ‘મારણ’નું ટ્રેલર રિલીઝ, 31 જુલાઈના રોજ થશે થિયેટરોમાં રિલીઝ

મનોરંજન ENTERTAINMENT
Spread the love


72 માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ‘બેસ્ટ ગુજરાતી ફીચર ફિલ્મ’નો રાષ્ટ્રીય પુરસ્કાર જીતનારી બહુચર્ચિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્તરે સન્માનિત થયા બાદથી જ દર્શકોમાં આ ફિલ્મને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી હતી અને હવે ટ્રેલર રિલીઝ થતા જ આતુરતાનો અંત આવ્યો છે. આ અર્થપૂર્ણ અને ભાવનાત્મક ફિલ્મ આવનારી 31 જુલાઈ, 2026 ના રોજ સમગ્ર ગુજરાતના સિનેમાઘરોમાં મોટી સ્ક્રીન પર રજૂ થવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. .

તાજેતરમાં જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ફિલ્મના ખાસ પોસ્ટર અને રિલીઝ ડેટનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જ્યાં તેમણે ફિલ્મની ટીમને આ રાષ્ટ્રીય સિદ્ધિ બદલ શુભકામનાઓ પાઠવી હતી અને ગુજરાતી સિનેમાના આ અર્થપૂર્ણ પ્રયાસની પ્રશંસા કરી હતી.

આ ફિલ્મ માત્ર મનોરંજન પૂરતી સીમિત ન રહેતા સમાજના ઊંડા અને ગંભીર પાસાઓ, માનવીય સંવેદનાઓ, વાસ્તવિક સંબંધો અને જીવનના કઠિન નિર્ણયોને ખૂબ જ સુંદર અને સચોટ રીતે પડદા પર રજૂ કરે છે. ગુજરાતી સિનેમાના લોકપ્રિય અને પ્રતિભાશાળી કલાકારો યશ સોની અને દીક્ષા જોશી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જેમની દમદાર એક્ટિંગ અને કેમિસ્ટ્રી ટ્રેલરમાં જ દર્શકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી છે. તેમની સાથે સુહદ ગોસ્વામી, તર્જની ભાડલા અને અભિનય બેંકર જેવા અનુભવી કલાકારોએ પણ મહત્વપૂર્ણ પાત્રો ભજવીને વાર્તાને વધુ મજબૂત બનાવી છે.

આ ફિલ્મનો મુખ્ય ઉદ્દેશ્ય દર્શકોને મનોરંજન સાથે એક સાર્થક સામાજિક વિચાર આપવાનો રહ્યો છે. ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર દર્શકો અને વિવેચકો તરફથી ખૂબ જ ભવ્ય અને ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે. વાર્તા ફિલ્મનું સૌથી અગત્યનું પાસું છે અને કોઈપણ મુખ્ય પાત્ર વગર પણ ફિલ્મને રજૂ કરી શકાય એ બાબતે દર્શકોના મનમાં આશ્ચર્ય જન્માવ્યું હતું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *