ઝીનત અમાનનો સોનમ વાંગચુકને ટેકો, સરકારને સંવાદ શરૂ કરવાની અપીલ

ઝીનત અમાનનો સોનમ વાંગચુકને ટેકો, સરકારને સંવાદ શરૂ કરવાની અપીલ

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Sonam Wangchuk starvation strike: NEET UG પેપર લીક મામલે કોકરોચ જનતા પાર્ટી દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનમાં અનિશ્ચિત ભૂખ હડતાળ પર બેઠેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચુક સાથે દેશના બૌદ્ધિકો, સેલિબ્રિટીઝ સમર્થનમાં બહાર આવી રહ્યા છે. બોલિવુડ અભિનેત્રી ઝીનત અમાન અને નસીરુદ્દીન શાહ સહિતે સંવાદ કરવા સરકારને અપીલ કરી છે. 

વરિષ્ઠ અભિનેત્રી ઝીનત અમાને દિલ્હીના જંતર-મંતર ખાતે અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળ પર બેઠેલા પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુક ને સમર્થન આપ્યું છે. વાંગચુકની ભૂખ હડતાળના 17મા દિવસે ઝીનતે ઇન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ શેર કરીને કેન્દ્ર સરકારને તેમની સાથે તાત્કાલિક સંવાદ શરૂ કરવાની અપીલ કરી.

ઝીનત અમાને લખ્યું કે આ સમયે તેમના વિચારો દિલ્હીમાં બેઠેલા સોનમ વાંગચુક સાથે છે, જે અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળના 17મા દિવસે પ્રવેશી ચૂક્યા છે. મીડિયા અહેવાલો મુજબ વાંગચુકની તબિયત સતત ખરાબ થઈ રહી છે, તેમનું મસલ માસ ઘટી રહ્યું છે અને તેઓ ભારે પીડામાં છે.

ઝીનતે સોનમ વાંગચુકને દૂરદર્શી વ્યક્તિ ગણાવી તેમના યોગદાનનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે વાંગચુક SECMOLના સ્થાપક, આઇસ સ્તૂપના શોધક, શિક્ષણ સુધારક અને પર્યાવરણ કાર્યકર છે. તેમજ આમિર ખાનની ફિલ્મ 3 ઇડિયટ્સ ના લોકપ્રિય પાત્ર “ફુન્સુખ વાંગડૂ” માટે પણ તેઓ પ્રેરણાસ્ત્રોત રહ્યા છે.

સરકારને સંવાદ શરૂ કરવાની અપીલ

ઝીનત અમાને કેન્દ્ર સરકારને સંબોધીને લખ્યું, સોનમ વાંગચુકની ઈચ્છાનો આદર કરતાં હું ભારત સરકારને વિનંતી કરું છું કે આ મુદ્દે તેમની સાથે સંવાદ શરૂ કરે. આ માત્ર એક વ્યક્તિનો પ્રશ્ન નથી, પરંતુ સમગ્ર દેશના ભવિષ્યનો પ્રશ્ન છે.

તેમણે વધુમાં ઉમેર્યું, અમે એવો સમાજ બની શકતા નથી જે પોતાના સૌથી તેજસ્વી મગજોમાંના એકને ચૂપચાપ બલિદાન થતો જોતો રહે. ભારતમાં શાંતિપૂર્ણ વિરોધની લાંબી પરંપરા રહી છે અને સત્તામાં બેઠેલા લોકોની જવાબદારી છે કે આવા આંદોલનોનો જવાબ શાંતિપૂર્ણ સંવાદથી આપે.

નસીરુદ્દીન શાહ અને અરુંધતિ રોયે પણ સમર્થન આપ્યું આ પહેલાં લેખિકા અરુંધતિ રોય , અભિનેતા નસીરુદ્દીન શાહ, રત્ના પાઠક શાહ અને અર્થશાસ્ત્રી જયતી ઘોષ એ સંયુક્ત નિવેદન જાહેર કરીને સોનમ વાંગચુકના આંદોલનને સમર્થન આપ્યું હતું. જોકે તેમણે વાંગચુકને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ભૂખ હડતાળ સમાપ્ત કરવાની અપીલ પણ કરી હતી.

“અમે તમારા ઉદ્દેશ્ય, હિંમત અને વિદ્યાર્થીઓ-યુવાનો માટે કરવામાં આવી રહેલા સંઘર્ષને સલામ કરીએ છીએ. પરંતુ આ લડાઈ લાંબી છે. આ સ્પ્રિન્ટ નહીં, મેરેથોન છે. આવનારા દિવસોમાં અમને તમારા નેતૃત્વ અને શક્તિની જરૂર પડશે. તેથી કૃપા કરીને તમારા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ભૂખ હડતાળ સમાપ્ત કરવા અંગે વિચાર કરો.”

આ પણ વાંચો: નકલ કરનારા એન્જિનિયરો બિલ્ડિંગ બનાવશે તો એ ધરાશાયી જ થશે: NEET વિવાદ પર સોનમ વાંગચુકનો સરકારને આકરો સવાલ

નિવેદનમાં એ પણ જણાવાયું હતું કે સરકાર તરફથી સતત મૌન ચિંતાજનક છે અને તેનાથી અનશન પર બેઠેલા લોકોની તબિયત વધુ બગડી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *