પીએમ મોદી પ્રેસ કોન્ફરન્સ કેમ કરતા નથી? પત્રકારના સવાલ પર વિદેશ મંત્રાલયે આપ્યો આવો જવાબ

પીએમ મોદી પ્રેસ કોન્ફરન્સ કેમ કરતા નથી? પત્રકારના સવાલ પર વિદેશ મંત્રાલયે આપ્યો આવો જવાબ

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


PM Modi In New Zealand : ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂઝીલેન્ડના પ્રવાસે પહોંચ્યા છે. પીએમ મોદીની મુલાકાત પર ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક ઉત્કૃષ્ટ ભારતીય રાજકારણી છે, લોકો સાથે સીધો સંવાદ કરવાનું પસંદ કરે છે અને મધ્યસ્થીઓના માધ્યમથી વાત કરવાનું પસંદ કરતા નથી.

ન્યૂઝીલેન્ડમાં એક મીડિયા બ્રીફિંગ દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલયના સચિવ (ઇસ્ટ) રુદ્રેન્દ્ર ટંડનને પૂછવામાં આવ્યું હતું કે વડા પ્રધાન મોદીએ તેમની મુલાકાત દરમિયાન કોઈ પ્રેસ કોન્ફરન્સ કેમ ના કરી અને પત્રકારો સાથે વાતચીત કેમ ના કરી. આ સવાલના જવાબમાં ટંડને કહ્યું હતું કે સિવિલ સર્વન્ટ હોવાને કારણે વડાપ્રધાનની રાજકીય શૈલી અંગે ટિપ્પણી કરવી તેમના માટે યોગ્ય નથી.

ટંડને નોર્વેની યાત્રા દરમિયાન પૂછેલા સવાલોને યાદ કર્યા

ટંડને કહ્યું કે આ પ્રશ્ન તેમને આ વર્ષની શરૂઆતમાં વડા પ્રધાનની નોર્વેની મુલાકાત દરમિયાન પૂછવામાં આવેલા એક પ્રશ્નની યાદ અપાવે છે. તેમણે કહ્યું કે તો તમે જાણો છો, તમારા સવાલ જ માં તે જ જાણીતી અનુભુતિ છે, કારણ કે જુઓ, એક સિવિલ સર્વન્ટ તરીકે મારા માટે મોદીની રાજકીય પદ્ધતિ પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી, તે ખૂબ જ સફળ રાજકારણી છે. 

તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી એક આદર્શ ભારતીય રાજકારણી છે. એકંદરે ભારતીય રાજકારણીઓ તેમના મતદારો સાથે સીધો સંપર્ક કરવાનું પસંદ કરે છે. ટંડને કહ્યું કે તમારે યાદ રાખવું જોઈએ કે ભારતીય મતદારો મુખ્યત્વે ગ્રામીણ લોકો છે. તેઓ સીધો સંપર્ક ઇચ્છે છે. તેમને નીચું દેખાડવું પસંદ નથી, તેઓ વચેટિયાના માધ્યમથી વાત કરવાનું પસંદ કરતા નથી. 

પીએમ મોદી જનતા સાથે જોડાવવામાં નિપુણ છે: ટંડન

ટંડને વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ જનતા સાથે જોડાવાની આ રીતમાં નિપુણતા મેળવી છે. તેમણે કહ્યું કે મોદીએ તેમના મતદારો સાથે સીધા સંપર્કની કળામાં નિપુણતા મેળવી છે અને તે તેમાં ખૂબ સારું કામ કરી રહ્યા છે, કારણ કે તમે જાણો છો, હવે જ્યારે તેઓ ચૂંટાયા છે, ત્યારે તેઓ તેમના ત્રીજા કાર્યકાળમાં છે, તેઓ આપણા દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડા પ્રધાનોમાંથી એક છે.

વડા પ્રધાનની મુલાકાતના હેતુ વિશે વાત કરતા ટંડને કહ્યું કે એક મુખ્ય પ્રાથમિકતા ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં નિયમો આધારિત વ્યવસ્થાને મજબૂત કરવાની છે. તેમણે કહ્યું કે આ મુલાકાતનો હેતુ નિયમો આધારિત ઈન્ડો-પેસિફિક વ્યવસ્થાને મજબૂત કરવાનો છે. અમે ન્યુઝીલેન્ડને વિશ્વના આ ભાગમાં એક મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે જોઈએ છીએ કારણ કે ઇન્ડો-પેસિફિકમાં નિયમો આધારિત વ્યવસ્થાને મજબૂત કરવા માટે અમારો સતત પ્રયાસ છે. હિંદ મહાસાગર સાથે જોડાયેલા દેશ તરીકે ભારત માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *