Surat Flood Reduction Package deal : સુરત શહેરમાં ભયંકર પુરની ગંભીર પરિસ્થિતિ બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં છે. પુર પીડિતોને રાહત આપવા રાજ્યના નાયમ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ 9 જુલાઇએ મોડીરાત્રે ઉચ્ચ અધિકારીઓ સાથે હાઇલેવલ બેઠક યોજી હતી. જેમા પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વ, વળતર અને કેશ ડોલ ચૂકવવાની ઘોષણા કરવામાં આવી છે.
સુરત પુર અસરગ્રસ્ત પરિવારો માટે સહાય
આ બેઠકમાં પુર પીડિત પરિવારોને સહાય આપવાનો નિર્ણય લેવાયો છે. જેમા પ્રથમ તબક્કામાં 800થી વધુ પરિવારોને ઘરવખરીના નુકસાન માટે ઘર દીઠ ₹6,800 અને કેશડોલની સહાય સીધી ચૂકવવામાં આવી છે. 9 જુલાઇ સુધીમાં કુલ 9100 પરિવારોની ડોર ટુ ડોર સર્વે કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.
કોમર્શિયલ વિસ્તારોનો સર્વે થશે અને વિશેષ પોલિસી જાહેર કરાશે
સુરતમાં પુરના પાણી શોપિંગ સેન્ટર, ગોડાઉન જેવી કોમર્શિયલ બિલ્ડિંગમાં ઘુસી જતા કરોડોના માલસામાનને નુકસાન થયું છે. સુરતના વેપારી વર્ગના નુકસાન પ્રત્યે રાજ્ય સરકાર ગંભીર છે. તેની માટે સુરતના 58 જેટલા કોમર્શિયલ વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ કરવામાં આવી છે. વેપારીઓને થયેલા નુકસાનના આધારે આગામી દિવસોમાં CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક વિશેષ પોલિસી જાહેર કરવામાં આવશે.
ઇન્સ્યોરન્સ ક્લેમ માટે ખાસ સુવિધા શરૂ
સુરતમાં જે વેપારીઓએ તેમની દુકાન અને માલ સામાન માટે વીમા પોલીસી લઇ રાખી છે, તેમના ઇન્સ્યોરન્સ ક્લેમ ઝડપથી પાસ થાય તેની માટે સરકારે ખાસ ઓનલાઇન ડેશબોર્ડ શરૂ કર્યું છે, જેનાથી પ્રક્રિયા ઝડપથી પારદર્શક બનશે. ઇન્સ્યોરન્સ ક્લેમ પ્રોસેરનું મોનિટરિંગ શહેર કલેક્ટરની અધ્યક્ષતામાં દર 15 દિવસે યોજાનારી બેઠકમાં થશે. વીમા પ્રક્રિયાના સંકલન માટે સુરત આરટીઓ અને લીડ બેન્કરને ઇન્ચાર્જ નિમણંક કર્યા છે.
देर रात सूरत कलेक्टर कार्यालय में शहर एवं जिले के वरिष्ठ अधिकारियों के साथ महत्वपूर्ण समीक्षा बैठक की।
बैठक में बाढ़ प्रभावित क्षेत्रों में राहत एवं बचाव कार्यों, सफाई अभियान, प्रभावित लोगों को आवश्यक सहायता, नुकसान के आकलन तथा राहत एवं मुआवजा पैकेज सहित विभिन्न महत्वपूर्ण… pic.twitter.com/UfsaIiBNT7
— Harsh Sanghavi (@sanghaviharsh) July 9, 2026
સુરતની સફાઇ માટે સ્વચ્છતા અભિયાન
પુર બાદ સુરત શહેરમાં બીમારી કે રોગચાળો ફેલાતો રોકવા સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સુરત સહિત વડોદરા મહાનગરપાલિકા અને આસપાસની ઇન્ડસ્ટ્રીઝના 1000થી વધુ સ્વચ્છતા કામદારોની ટીમ સુરત આપવી પહોંચી છે. હાલ કુલ 4500 જેટલા સ્વચ્છતા દૂતો સુરતની સફાઇ કરવામાં યોગદાન આપશે.
સુરત ખાડી નેટવર્કના વિકાસ માટે ₹ 500 કરોડની પ્રોજેક્ટની ઘોષણા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે ચોમાસા દરમિયાન પૂરનો કાયમી ઉકેલ લાવવા માટે સુરત શહેરમાં ખાડી નેટવર્કના વિકાસ અને ઊંડાણ માટે 500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. પૂરની પરિસ્થિતિની સમીક્ષા કરતા મુખ્યમંત્રીએ કસૂરવાલ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
