Andaman Islands : ભારતે વધતી માંગ વચ્ચે ઉર્જા ક્ષેત્રમાં પગ મુકતા ગેસના ભંડારોની શોધ કરી છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ઓઇલ ઇન્ડિયા લિમિટેડે આંદામાન સમુદ્રમાં મોટી સફળતા મેળવતા એક કૂવામાંથી કુદરતી ગેસની શોધ કરી છે.
આ શોધ આંદામાન ટાપુથી 15 કિલોમીટર અને 355 મીટર ઊંડા શ્રી વિજયપુરમ કુવા નંબર 3માં કરવામાં આવી છે. આ કુવાને 1900 મીટરની ઊંડાઈ સુધી ડ્રિલ આવ્યો હતો ત્યારબાદ નેચરલ ગેસ હોવાના સંકેતો મળ્યા છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ X પર એક પોસ્ટ પણ કરી હતી.
શ્રી વિજયપુરમ-3ના કુવામાંથી ગેસ મળ્યો: હરદીપ સિંહ પુરી
હરદીપ સિંહ પુરીએ પોતાની પોસ્ટમાં ઓઈલ ઈન્ડિયાની શોધ માટે ઓઈલ ઈન્ડિયાને અભિનંદન આપતા લખ્યું કે ઓઈલ ઈન્ડિયા લિમિટેડને અભિનંદન. આંદામાન સમુદ્રમાં ઉર્જાની તકોનો ભંડાર! મને એ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ઓઇલ ઈન્ડિયા લિમિટેડ દ્વારા આંદામાન ટાપુઓના પૂર્વ તટથી 15 કિલોમીટર દૂર, 355 મીટરની ઊંડાઈમાં ખોદવામાં આવેલા ‘શ્રી વિજયપુરમ-3’ નામના કુવામાં કુદરતી ગેસ મળી આવ્યો છે. ‘ઇઓસીન ફોર્મેશન’માં 1900 મીટરથી વધુની ઊંડાઈએ કુવાના પ્રારંભિક પ્રોડક્શન ટેસ્ટ દરમિયાન ફ્લેયરિંગ (ગેસ સળગાવવાની પ્રક્રિયા)થી કુદરતી ગેસની હાજરીની પુષ્ટિ થઇ છે.
મોટી સંખ્યામાં વધુ શોધો થશે
તેમણે આગળ લખ્યું કે ઓઈલ ઈન્ડિયા ગેસના કંપોઝિશન અને કેલોકીફિક મૂલ્ય (ઊર્જા ક્ષમતા)નક્કી કરવા માટે તેનું સેમ્પલિંગ કરી રહી છે, તેમજ ગેસની ઉત્પત્તિને સમજવા માટે આઇસોટોપ સ્ટડી કરવામાં આવી રહી છે. સ્વતંત્રતા દિવસ 2025 પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા ‘સમુદ્ર મંથન મિશન’ (નેશનલ ડીપ વોટર એક્સપ્લોરેશન મિશન) હેઠળ આપણા હાઇડ્રોકાર્બન ભંડારનો સંપૂર્ણ લાભ લેવા માટે આપણા ઓફશોર બેસિનમાં મોટી સંખ્યામાં ડીપ વોટર અને અલ્ટ્રા ડીપ-વોટર એક્સપ્લોરેશન કુવાઓ ડ્રિલ કરવાની યોજના છે.
Congratulations @OilIndiaLimited !
An ocean of vitality alternatives bolstered within the Andaman Sea!
Very glad to report the presence of pure gasoline in Sri Vijayapuram-3 an exploratory properly drilled by Oil India Ltd. 15 km off the east coast of the Andaman Islands at a water… pic.twitter.com/j6QvWqZkFx— Hardeep Singh Puri (@HardeepSPuri) June 5, 2026
કર્ણાટક કોંગ્રેસમાં ખેંચતાણ, ખાતાની વહેંચણીને લઇને વધુ એક મંત્રીએ નારાજગી વ્યક્ત કરી
હાઇડ્રોકાર્બન અન્ય બે કુવાઓમાં પણ મળ્યા
હરદીપસિંહ પુરીએ વધુમાં જણાવ્યું હતું કે અન્ય બે કુવાઓમાં પણ હાઇડ્રોકાર્બનની હાજરી મળી આવી છે. તેમણે લખ્યું કે આંદામાન બેસિનમાં ચાલી રહેલા સંશોધન અભિયાન હેઠળ ઓઈલ ઈન્ડિયા દ્વારા ખોદવામાં આવેલા 3 કુવાઓમાંથી 2માં હાઈડ્રોકાર્બનની હાજરી નોંધાઈ છે. કુદરતી ગેસની આ હાજરી આપણે ગ્લોબલ ડીપ વોટર એક્સપ્લોરેસન એક્સપર્ટ સાથે મળીને અમારા સંશોધન લક્ષ્યને આગળ વધારવામાં મદદ કરશે અને અમૃત કાલની ભારતની યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે.
