Tamil Nadu Authorities Formation Updates : તમિલનાડુમાં ટીવીકેની નવી સરકારની રચનામાં આખરે અવરોધ દૂર થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ઘણા સંઘર્ષ બાદ અભિનેતામાંથી રાજકારણી બનેલા જોસેફ વિજયે બહુમતનો આંકડો પાર કરી લીધો છે. વિજયે ફરી એક વખત રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર સાથે મુલાકાત કરી હતી અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. રાજ્યપાલે સરકાર બનાવવા આમંત્રણ પાઠવ્યું છે. શનિવારે વિજય શપશ લેશે.
આ પહેલા વિજય બુધવાર અને ગુરુવારે રાજ્યપાલને મળ્યા હતા, ત્યારબાદ રાજ્યપાલે તેમને બહુમતી મેળવવા કહ્યું હતું અને તેમને પાછા મોકલી દીધા હતા. આ પછી ટીવીકેના કાર્યકરોએ લોકભવન સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ટીવીકેને કઇ-કઇ પાર્ટીએ સમર્થન આપ્યું?
છેવટે વિજયે બહુમતી સાબિત કરવાના જાદુઈ આંકડાને પાર કર્યો છે. વિજયની પાર્ટીને કોંગ્રેસ સિવાય વીસીકે, સીપીઈ, સીપીઆઈ (એમ) દ્વારા સમર્થન મળ્યું છે. આ પક્ષોના બે-બે ધારાસભ્યો છે એટલે કે તેમને 6 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. સીપીઆઈ, સીપીઆઈ (એમ) અને વીસીકેને પાર્ટીનું સમર્થન હોવાના અહેવાલો વચ્ચે ટીવીકેના કાર્યકરો અને સમર્થકોએ ચેન્નઈમાં પાર્ટી હેડક્વાર્ટરની બહાર ઉજવણી કરી હતી.
ટીવીકેના નેતા કામરાજે પુષ્ટિ કરતા કહ્યું કે ટીવીકેને પૂર્ણ બહુમતી મળવાની છે. વિજય સાંજે રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. અમને એ જોઈને ખૂબ આનંદ થાય છે કે સીપીઆઈ, સીપીઆઈ (એમ) અને વીસીકેએ સરકાર બનાવવા અને વિજયને તામિલનાડુના મુખ્યમંત્રી બનાવવા માટે લોકોના જનાદેશનો સ્વીકાર કર્યો છે.
સુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બનશે, ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી
હવે ટીવીકે પાસે પોતાના 107 ધારાસભ્ય અને કોંગ્રેસના 6 ધારાસભ્યો સિવાય વીસીકેના 2, સીપીઆઈના 2 અને સીપીઆઈ (એમ)ના 2 ધારાસભ્યોનું સમર્થન છે. એટલે કે હવે તેને 118 ધારાસભ્યોનું સમર્થન છે.
#WATCH | Tamil Nadu: TVK chief Vijay meets Governor Rajendra Vishwanath Arlekar and stakes declare to type Authorities within the state.
(Video Supply: Tamil Nadu Lok Bhavan) pic.twitter.com/SleWYzzvZm
— ANI (@ANI) May 8, 2026
ટીવીકે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી
234 સભ્યોની તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી 23 એપ્રિલે યોજાઈ હતી અને 4 મેના પરિણામોમાં ટીવીકેએ તેના તમામ હરીફોને પાછળ છોડી દીધા હતા અને 108 બેઠકો જીતી હતી. આ ચૂંટણીમાં વિજયે પેરામ્બુર અને તિરુચિરાપલ્લી (પૂર્વ) બેઠક પર જીત મેળવી હતી. એટલે કે તેમણે એક સીટ છોડવી પડશે. એમકે સ્ટાલિનની ડીએમકેને 59, એઆઈએડીએમકેને 47, કોંગ્રેસને 5, પીએમકેને 4, આઈયુએમએલ, સીપીઆઈ, સીપીઆઈ (એમ), વીએસકેને 2-2 સીટ અને ભાજપને 1 બેઠક મળી હતી.
