West Bengal Election 2026 : પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 માટે બે તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કા માટે 23 એપ્રિલ અને બીજા તબક્કા માટે 29 એપ્રિલે મતદાન થવાનું છે. આ ચૂંટણીની રસપ્રદ વાત એ છે કે અહીં 17 બેઠકો એવી છે જ્યાં મહિલા છે કિંગમેકર. આ બેઠકો પર TMC, BJP અને કોંગ્રેસ વચ્ચેના ત્રિકોણીય જંગમાં જે પક્ષ મહિલાઓનું દિલ જીતશે તેની જીત નિશ્વિત માનવામાં આવી રહી છે. આ બેઠકો પર પુરુષ કરતાં મહિલા મતદારો વધુ છે.
મહિલા પ્રભુત્વવાળી 17 બેઠકો
જાદવપુર, બેહાલા પશ્વિમ, બેહાલા પૂર્વ, ટાલીગંજ, બિદ્યાનનગર, બરાનગર, કામરહાટી, ચોરંગી, સમસેરગંજ, બલ્લી, શામપુકુર, માણિકતલા, ખડદહ, રાજારહાટ ગોપાલપુર, રાસબિહારી અને મેતીયાબ્રુઝ
17 બેઠકો પર કોનું વર્ચસ્વ?
આ 17 બેઠકોમાંથી મોટાભાગની બેઠકો હાલમાં સત્તાધારી મમતા બેનર્જીના તૃણમૂલ કોંગ્રેસ (TMC) પાસે છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે એક મહિલા નેતા હોવાથી અને તેમની ‘લક્ષ્મીર ભંડાર’ જેવી યોજનાઓને કારણે મહિલા મતદારો પર તેમની પકડ મજબૂત માનવામાં આવે છે. જોકે, આ વખતે ભાજપ અને કોંગ્રેસ પણ મેદાનમાં છે.
પ્રથમ તબક્કો: 8 બેઠકો પર મહિલાઓ નિર્ણાયક છે. ગત વખતે આમાંથી 6 બેઠકો TMC જીત્યું હતું. જ્યારે 2 બેઠકો પર ભાજપ જીત્યું હતું.
બીજો તબક્કો: 9 બેઠકો પર મહિલા મતદારોનો દબદબો છે. જેમાં બિધાનનગર, જાદવપુર અને બેહાલા જેવી મહત્વની બેઠકોનો સમાવેશ થાય છે.
મહિલા અનામત બિલ અને બદલાતા સમીકરણો
કેન્દ્રમાં ‘મહિલા અનામત અને સીમાંકન વિધેયક’ પડતું મુકાયા બાદ વિપક્ષી દળો ભાજપ પર પ્રહારો કરી રહ્યા છે. આ મુદ્દે કોંગ્રેસ અને TMC વચ્ચેના સંબંધોમાં પણ સુધારો જોવા મળ્યો છે. મમતા બેનર્જીએ દિલ્હીમાં પોતાના 21 સાંસદો મોકલીને શક્તિપ્રદર્શન કર્યું હતું, જેના જવાબમાં કોંગ્રેસે બંગાળમાં મમતા પરના પ્રહારો થોડા હળવા કર્યા છે.
કઈ બેઠકો પર મહિલાઓની સંખ્યા વધુ છે?
- જાદવપુર: 124529 પુરુષો સામે 136288 લાખ મહિલા મતદારો.
- બેહાલા પશ્ચિમ : 128608 પુરુષો સામે 137562 મહિલા મતદારો
- સમસેરગંજ : 78 હજાર પુરુષો સામે 83 હજાર મહિલા મતદારો
- ટાલીગંજ : 110663 પુરુષો સામે 119323 મહિલા મતદારો
- બરહામપુર : 118741 પુરુષો સામે 122079 મહિલા મતદારો
- ખડગપુર સદર: 88980 પુરુષો સામે 91542 મહિલા મતદારો
- મેદિનીપુર: 128848 અને મહિલા 131447 મહિલા મતદારો
- બિનપુર: 110250 પુરુષો સામે 110873 મહિલા મતદારો
- બંદવાન: 145379 પુરુષો સામે 140587 મહિલા મતદારો
- દુર્ગાપુર પુરબ: 118400 પુરુષો સામે 187260 મહિલા મતદારો
- રામપુર હાટ: 121631 પુરુષો સામે 123527 મહિલા મતદારો
- બિધાન નગર: 98891 પુરુષો સામે 104979 મહિલા મતદારો
- સોનાર દક્ષિણ: 128960 પુરુષો સામે 132016 મહિલા મતદારો
- સોનાર ઉત્તર:135666 પુરુષો સામે137535 મહિલા મતદારો
- બેહાલા પૂર્વ: 126011 પુરુષો સામે 133735 મહિલા મતદારો
- રાસબેહારી: 76263 પુરુષો સામે 82137 મહિલા મતદારો
- શિબપુર: 96193 પુરુષો સામે 98766 મહિલા મતદારો
ટીએમસી સાંસદ અને પૂર્વ ક્રિકેટર યૂસુફ પઠાણના સસરા અને સાળાની ધરપકડ, જાણો શું છે મામલો
બંગાળમાં મહિલા પ્રતિનિધિત્વ અન્ય રાજ્યો કરતા ઘણું સારું છે. ‘કન્યાશ્રી’ અને ‘રૂપાશ્રી’ જેવી યોજનાઓએ ગ્રામીણ અને શહેરી મહિલાઓમાં મમતા બેનર્જીની લોકપ્રિયતા જાળવી રાખી છે. જો ભાજપ કે કોંગ્રેસે આ ગઢ તોડવો હોય, તો તેમને સુરક્ષા અને રોજગારના મુદ્દે મહિલાઓને વધુ મજબૂત આશ્વાસન આપવું પડશે.
આ 17 બેઠકોનું રાજકીય મહત્વ
TMC ની વ્યૂહરચના: મમતા બેનર્જીએ આ વખતે 50% મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે, જેથી આ 17 બેઠકો પર પોતાની પકડ વધુ મજબૂત કરી શકાય.
ભાજપનો પડકાર: ભાજપે આ બેઠકો પર મહિલા સુરક્ષા અને કેન્દ્રની ‘ઉજ્જવલા યોજના’ ને હથિયાર બનાવ્યા છે.
કોંગ્રેસ-ડાબેરી મોરચો: તેઓ મહિલા રોજગાર અને મોંઘવારીના મુદ્દે આ મતોમાં ગાબડું પાડવા મથામણ કરી રહ્યા છે.
