Ramayana Teaser Launch Date: રણબીર કપૂરની મોસ્ટે અવેટેડ ફિલ્મ રામાયણના ફર્સ્ટ લુકની ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. છેવટે આ પ્રતીક્ષાનો અંત આવવાની છે. 2 એપ્રિલ, 2026 ના રોજ હનુમાન જયંતીના અવસર પર, નિતેશ તિવારીની મોસ્ટ અવેટેડ ફિલ્મ રામાયણનું ટીઝર રિલિઝ થવાનું છે.
રામાયણ ફિલ્મના 2 મિનિટ 38 સેકન્ડના આ ટીઝરને સેન્સર બોર્ડ તરફથી U રેટિંગ મળ્યું છે, એટલે કે કોઈ પણ ઉંમરના લોકો તેને જોઈ શકે છે. આ સર્ટિફિકેટની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં ટીઝરના રેટિંગ અને ટાઇમિંગ વિશેની માહિતી જોવા મળી રહી છે. આ ટીઝર ટ્રેલર જેટલું લાંબું છે.
ફિલ્મ સર્જક નમિત મલ્હોત્રા, અભિનેતા રણબીર કપૂર અને ડાયરેક્ટર નિતેશ તિવારીએ લોસ એન્જલસના આઇમેક્સ થિયેટરમાં મર્યાદિત દર્શકો સામે ફિલ્મની પહેલી ઝલક આપી હતી અને લોકોના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા.
રણબીર કપૂરે કહ્યું કે, ભગવાન રામ સદીઓથી કરોડો લોકો માટે નૈતિક માર્ગદર્શક રહ્યા છે અને આ ભૂમિકા ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. તેઓ માનવ સંઘર્ષ, કરુણા, હિંમત, પ્રામાણિકતા અને ક્ષમાનો સંદેશ આપે છે. મર્યાદા પુરુષોત્તમ એટલે આદર્શ પુરુષ. ”
27 માર્ચે નમિત મલ્હોત્રાએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે આગામી ઝલક 2 એપ્રિલે હનુમાન જયંતી નિમિત્તે રિલીઝ કરવામાં આવશે. તેમણે લખ્યું,. “આ કહાણી આપણા બધાની છે. અમે જવાબદારી અને નિષ્ઠા સાથે દરેક પગલું ભર્યું છે. અમે દુનિયાભરના ચાહકો સાથે આ ખાસ ક્ષણની ઉજવણી કરવા માટે ઉત્સાહિત છીએ. ”
Ramayana Launch Date : રામાયણ ફિલ્મ ક્યારે રિલીઝ થશે
રણબીર કપૂરની ફિલ્મ રામાયણ દિવાળી 2026 પર મોટા પડદે રિલીઝ થશે. ફિલ્મનો બીજો ભાગ રામાયણ: પાર્ટ 2 આવતા વર્ષે દિવાળી 2027 પર રિલીઝ થશે.
Ramayana Film Star Solid : રામાયણના કલાકારો
| કલાકાર | પાત્ર |
| રણબીર કપૂર | રામ |
| યશ | રાવણ |
| સાઈ પલ્લવી | સીતા |
| સની દેઓલ | હનુમાન |
| રવિ દુબે | લક્ષ્મણ |
| કાજલ અગ્રવાલ | મંદોદરી, |
| રકુલ પ્રીત સિંહ | શૂર્પણખા |
| લારા દત્ત | કૈકેયી |
| અરુણ ગોવિલ | દશરથ |
| શીબા ચઢ્ઢા | મંથારા |
| કુણાલ કપૂર | ઇન્દ્ર દેવ |
| ઇન્દિરા કૃષ્ણન | કૌશલ્યા |

