Rajat Dalal Wedding ceremony Pics : ફિટનેસ ટ્રેનર, પાવરલિફ્ટર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રજત દલાલ લગ્નના બંધનમાં બંધાયો છે. 29 માર્ચ, 2026 ના રોજ તેણે ઇન્સ્ટાગ્રામ પર તેના લગ્નની કેટલીક સુંદર તસવીરો શેર કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. જોકે તેની દુલ્હન કોણ છે, તેનું નામ શું છે તે વિશે કોઈ ખાસ માહિતી સામે આવી નથી.
રજતે સોશિયલ મીડિયા લગ્નની ચાર તસવીરો શેર કરી છે. જેમાં તેની દુલ્હન લાલ જોડામાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. આ સાથે જ ‘બિગ બોસ’ ફેમે કેપ્શનમાં લખ્યું, ‘જીવનના નવા અધ્યાયની શરૂઆત’. હવે સેલેબ્સ અને ચાહકો તેની પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે અને અભિનંદન આપી રહ્યા છે.
રજતના લગ્ન નદીના કિનારે થયા
રજત દલાલ અને તેની પત્ની પહેલી તસવીરમાં જયમાલા પછી એકબીજાનો હાથ પકડીને પોઝ આપતા જોવા મળી રહ્યા છે. આ પછી બીજા ફોટોમાં કપલ એકબીજાને જોઈ રહ્યું છે અને રોમેન્ટિક ફોટોશૂટ કરાવી રહ્યા છે. ત્રીજી તસવીરમાં ન્યૂ વેડ ઉજવણી કરતા જોવા મળે છે. જ્યારે ચોથી તસવીરમાં, રંગો હવામાં ઉડે છે અને સ્થળની સુંદરતા સ્પષ્ટ દેખાય છે. તમને જણાવી દઈએ કે રજતે પોતાના લગ્ન માટે હસીન વાદીયો અને નદીના કિનારાની પસંદગી કરી છે.
સેલેબ્સ અને ચાહકોએ શુભેચ્છા પાઠવી
હવે ઘણા લોકોએ રજતની પોસ્ટ પર અભિનંદન પાઠવ્યા છે. મુનવર ફારુકીએ લખ્યું કે કારની સ્પીડ કંટ્રોલ કરનાર આવી ગઇ. મારા ભાઈ અને ભાભીને ખૂબ ખૂબ અભિનંદન. ‘ધ 50’માં રજતની સાથે જોવા મળેલા ફૈઝુએ લખ્યું કે અભિનંદન મારા ભાઈ. આ સિવાય ઉર્વશી ધોળકિયા, કશિશ કપૂર અને અરબાઝ પટેલ સહિત ઘણા લોકોએ આ દંપતીને અભિનંદન આપતા પોસ્ટ કર્યા છે.
જ્યારે કહાની અને કમાણી બન્નેમાં નંબર 1 બની ‘બજરંગી ભાઈજાન’
રજત દલાલની પત્ની કોણ છે?
લગ્નની તસવીરો સામે આવતાની સાથે જ રજતના ચાહકો હવે તેની દુલ્હન વિશે જાણવા માટે ગૂગલ કરી રહ્યા છે. જોકે, રજતે હજુ સુધી પોતાની પત્નીની ઓળખ જાહેર કરી નથી. જોકે થોડા દિવસો પહેલા એક ઇન્ટરવ્યૂમાં રજતે સંકેત આપ્યો હતો કે તે સિરીયસ રિલેશનશિપમાં છે અને ટૂંક સમયમાં તેની ગર્લફ્રેન્ડ પત્ની બની શકે છે. જોકે બાદમાં તેણે કહ્યું હતું કે તે મજાક કરી રહ્યો હતો.

