Final Up to date:
GPSC Recruitment Calendar: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ષ 2026માં યોજાનારી વિવિધ ભરતીનું કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ સમાચાર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખાસ છે.
GPSC Recruitment Calendar: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ષ 2026માં યોજાનારી વિવિધ ભરતી અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. GPSC દ્વારા વર્ષ 2026 માટે સંકલિત પરીક્ષા ભરતી કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. વિવિધ વિભાગોમાં વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3ની જગ્યાઓ માટે ભરતી અંગેનો કાર્યક્રમ જાહેર કરાયો છે. GPSC હવે આ કાર્યક્રમ મુજબ ભરતીની જાહેરાત કરશે. આ સમાચાર એવા ઉમેદવારો માટે ખૂબ ખાસ છે, જેઓ છેલ્લા કેટલાય સમયથી આ કાર્યક્રમ જાહેર થવાની રાહ જોઈ રહ્યા હતા.
” width=”1600″ top=”900″ />આ વર્ષે માર્ચ મહિનામાં વિવિધ વિભાગમાં કુલ 10 જેટલી ભરતી અંગે જાહેરાત કરવામાં આવશે. જેમાં સૌથી વધુ રાજ્ય વેરા નિરીક્ષક (વર્ગ 3) માટે 323 જગ્યાઓ પર નિમણૂક કરવાનો પ્લાન છે. આ ઉપરાંત મદદનીશ વહીવટી અધિકારી, વહીવટી અધિકારી – સામાન્ય રાજ્ય સેવા સહિતની ભરતી અંગે પણ જાહેરાત કરવામાં આવશે.
” width=”1600″ top=”900″ />GPSC દ્વારા એપ્રિલ મહિનામાં વિવિધ વિભાગમાં કુલ 18 જેટલી ભરતીની જાહેરાત કરવામાં આવશે. જેમાં, શિક્ષણ વિભાગની ગુજરાત શિક્ષણ સેવા (વર્ગ 2), મદદનીશ ઇજનેર સહિતની વિવિધ ભરતીનો સમાવેશ થાય છે.
” width=”1080″ top=”1350″ />GPSC દ્વારા વર્ષ 2026ની સૌથી વધુ ભરતી જાહેરાત મે મહિનામાં કરવામાં આવશે. મે મહિનામાં GPSC વિવિધ વિભાગોમાં કુલ 39 જેટલી ભરતી બહાર પાડશે. જેમાં, ગુજરાત ઈજનેરી સેવા (વર્ગ 1 અને 2), જુનિયર ટાઉન પ્લાનર (વર્ગ 2) સહિત વિવિધ ભરતી સામેલ છે.
” width=”1600″ top=”900″ />આ વર્ષે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વિવિધ વિભાગમાં કુલ 18 જેટલી ભરતી બહાર પાડવામાં આવશે. જેમાં, જૂન મહિનામાં 4 ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવશે. જુલાઈમાં 2, ઓગસ્ટમાં 9 અને સપ્ટેમ્બર મહિનામાં 3 વિવિધ ભરતી અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સમાચાર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખૂબ મહત્વના છે. કારણ કે, હવે તેઓ તેમના સંબંધિત ભરતી અંગેની તૈયારી પર વધુ ધ્યાન આપી શકે છે.
Mar 14, 2026 11:19 AM IST
સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર, GPSCનો વર્ષ 2026 માટે ભરતી કાર્યક્રમ જાહેર, જુઓ લિસ્ટ

