ફિલ્ડિંગ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયો પાકિસ્તાની ખેલાડી, સ્ટ્રેચરમાં મેદાન બહાર લઈ જવો પડ્યો

ફિલ્ડિંગ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયો પાકિસ્તાની ખેલાડી, સ્ટ્રેચરમાં મેદાન બહાર લઈ જવો પડ્યો

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ત્રણ વનડે મેચની સિરીઝની બીજી મેચ ઢાકા અને મીરપુર સ્થિત શેર એ બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ દરમિયાન મેદાન પર મોટી દુર્ઘટના સર્જાઈ હતી.

પાકિસ્તાની ખેલાડી થયો ઘાયલ
પાકિસ્તાની ખેલાડી થયો ઘાયલ

અમદાવાદ: પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ત્રણ વનડે મેચની સિરીઝની બીજી મેચ ઢાકા અને મીરપુર સ્થિત શેર એ બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં પાકિસ્તાની ટીમ ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા ઉતરી હતી, જેમાં તે 47.3 ઓવરમાં 274 રનનો સ્કોર બનાવ્યા પછી સંકેલાઈ ગઈ હતી. જ્યારે ટાર્ગેટનો પીછો કરતા બાંગ્લાદેશની ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી, પરંતુ આ વચ્ચે મેદાન પર એક એવી દુર્ઘટના જોવા કે પાકિસ્તાની ટીમના ખેલાડી હુસૈન તલતને ત્યાંથી સ્ટ્રેચર પર નાખીને સીધો હોસ્પિટલે લઈ જવો પડ્યો.

બાંગ્લાદેશની ટીમ જ્યારે ટાર્ગેટનો પીછો કરવા ઉતરી તો તેઓએ પાંચ ઓવર પૂર્ણ થાય ત્યાં સુધીમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ લિટન દાસ અને તૌહિદ હરદોયએ ઇનિંગ સંભાળી, જેમાં છઠ્ઠી ઓવર જે પાકિસ્તાન તરફથી મોહમ્મદ વસીમ ફેંકી રહ્યો હતો તેના બોલ પર લિટન દાસે ડીપ થર્ડ રિજનમાં શોટ રમ્યો. બોલ સીધો ફિલ્ડિંગ કરી રહેલા હુસૈન તલત તરફ ગયો અને તેણે બોલને રોકવાનો પ્રયાસ કરતા તેના ખભામાં ગંભીર ઈજા પહોંચી. હુસૈન તલત ઘણી પીડામાં જોવા મળ્યો. તેની હાલતને જોતા સ્ટ્રેચરથી તરત તેને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો અને પછી તેને હોસ્પિટલ માટે રવાના કરી દેવામાં આવ્યો.

હુસૈન તલતના ઈજાગ્રસ્ત થયા બાદ પીસીબી તરફથી તેને લઈને અપડેટ પણ જાહેર કરવામાં આવ્યું, જેમાં તેઓએ જણાવ્યું કે તલતની મેદાન પર મેડિકલ સ્ટાફ દ્વારા તપાસ કર્યા બાદ તેની ઈજાની ગંભીરતાને જોતા વધુ તપાસ માટે તેને હોસ્પિટલ લઈ જવો પડ્યો છે. તેની ઈજાની પૂરી અપડેટ ડોક્ટરો દ્વારા મેડિકલ તપાસ પૂરી કર્યા પછી જ માલુમ પડશે. હુસૈન તલતને લઈને કરવામાં આવે તો તેણે વર્ષ 2019માં વનડે ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદથી આ ઓલરાઉન્ડર ખેલાડીએ અત્યાર સુધીમાં માત્ર 11 વનડે મેચ રમી છે, જેમાં તે કુલ 224 રન જ બનાવવામાં સફળ રહ્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *