Final Up to date:
મોજતબાએ સ્પષ્ટ કરી દીધું છે કે હોર્મુઝના દ્વાર નહીં ખુલે. સાથે સ્કૂલમાં ભણતી બાળકીઓના મોત અને શહીદોના લોહીનો હિસાબ થશે.
મહાયુદ્ધની અણીએ ઊભેલી દુનિયાની સામે ઈરાનના નવા સુપ્રીમ કમાંડર મોજતબા ખામેનેઈએ પોતાની પહેલી હુંકાર ભરી દીધી છે. ગાદી સંભાળતા જ મોજતબાએ આ તમામ અટકળો પર વિરામ લગાવી દીધો છે, જેમાં સમાધાનની શક્યતાઓ દેખાઈ રહી હતી. મોજતબાનું પ્રથમ નિવેદન કોઈ કૂટનૈતિક મેસેજ જેવું નહીં પણ એક ડાયરેક્ટ યુદ્ધના એલાન જેવું હતું. તેમણે ન ફક્ત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઠેંગો બતાવ્યો પણ વૈશ્વિક અર્થવ્યવસ્થાને કરોડરજ્જૂ કહેવાતી સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને એવી ડરામણી વાત કહી દીધી છે, જેમાં આખી દુનિયાની બજારોમાં હડકંપ મચાવી દીધો છે. મોજતબાએ સ્પષ્ટ કરી દીધું છે કે હોર્મુઝના દ્વાર નહીં ખુલે. સાથે સ્કૂલમાં ભણતી બાળકીઓના મોત અને શહીદોના લોહીનો હિસાબ થશે. ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે વાકયુદ્ધે જંગને વૈશ્વિક તણાવને ચરમ પર પહોંચાડી દીધો છે.
ઈરાનના સુપ્રીમ લીડર તરીકે પદભાર સંભાળ્યા બાદ પોતાના મેસેજમાં મોજતબાએ સ્પષ્ટ કર્યું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ હાલમાં નહીં ખુલે, જે વૈશ્વિક તેલ સપ્લાય માટે એક મોટો ખતરો છે.
બદલો લેવાના સોગંધ- મોજતબાએ મીનાબે શહીદોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેમના ખૂનનો બદલો લેવાથી ઈરાન ક્યારેય પાછી પાની નહીં કરે.
અમેરિકી ઠેકાણાને ચેતવણી: તેમણે કહ્યું કે, પાડોશી દેશોમાં આવેલા અમેરિકી ઠેકાણા પર હુમલા થયા છે. એટલા માટે તેઓ આ ઠેકાણાને ટાર્ગેટ બનાવવા માટે મજબૂર છે.
મોજતબાના નિવેદન બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કડક વલણ અપનાવતા તેલની કિંમતો અને ઈરાનની પરમાણુ મહત્ત્વાકાંક્ષાઓ પર વાત કરી.
ઓઈલની કિંમતો પર લાભ- ટ્રમ્પે કહ્યું કે અમેરિકા દુનિયાનો સૌથી મોટો તેલ ઉત્પાદક છે, એટલા માટે તેલની કિંમતો વધવાથી અમેરિકાને આર્થિક ફાયદો થશે.
પરમાણુ હથિયારો પર રોક- ટ્રમ્પે ઈરાનને ઈવિલ એમ્પાયર ગણાવતા કહ્યું કે, તેમના માટે સૌથી મહત્ત્વપૂર્ણ ઈરાનને પરમાણુ હથિયાર બનાવતા રોકવાનું છે, જેથી મધ્ય પૂર્વ અને દુનિયાને વિનાશથી બચાવી શકાય.
Mar 12, 2026 10:01 PM IST

