Final Up to date:
ધુરંધર ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર અલગ અલગ વીડિયો વાયરલ થયા છે. જોકે હાલ તારક મહેતા સિરિયલના કલાકારોને ધુરંધર ફિલ્મના પાત્રોમાં સેટ કરવામાં આવ્યા હોય તેવો એક એઆઈ વીડિયો ઝડપથી વાયરલ થયો છે. જેથી આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
રણવીર સિંહની ફિલ્મ ધુરંધર 5 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મનો ક્રેઝ હજુ સમાપ્ત થયો નથી અને ત્યાં તો ફિલ્મનો બીજો ભાગ હવે 19 માર્ચે રિલીઝ થવાનો છે. જોકે આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક એઆઈ વીડિયો વાયરલ થયો છે. જેમાં લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારોને ધુરંધર ફિલ્મના પાત્રો તરીકે દર્શાવવામાં આવ્યો છે. જેથી આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારોને ધુરંધરના ફિલ્મના પાત્રોમાં સેટ કરવામાં આવ્યા છે. વીડિયોમાં માં અય્યરને જમીલ જમાલી, પોપટલાલને ઉજૈર બલોચ, તારક મહેતાને અજય સાન્યાલ, રોશન સિંહ સોઢીને ચૌધરી અસલમ, ચંપકચાચાને મેજર ઈકબાલ, માધવીને ભીડેને ઉલ્ફત અને આત્મારામ ભીડેને રહેમાન ડકાયતનો રોલ આપવામાં આવ્યો છે.
આ વીડિયોમાં બબિતાને યાલીના જમાલી અને જેઠાલાલને હમજા અલી મજારીના રોલમાં સેટ કરવામાં આવ્યા છે. ફિલ્મ ધુરંધર લોકોને ઘણી પસંદ આવી હતી. જેને લઈને તેના અલગ અલગ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જોકે એઆઈ દ્વારા બનાવવામાં આવેલ તારક મહેતાના કલાકારોનો આ વીડિયો હાલ લોકોને ઘણો પસંદ આવ્યો છે.
What if #Dhurandhar × TMKOC 🔥
Jethalal :- hamza
Babita :- yalina
Bhide :- rahman
Iyer :- jameel
Popatlal :- uzair baloch
Sodhi :- sp aslam
Bapuji :- main iqbalWatch for the bade saab 💥💥 pic.twitter.com/qcJVYZEFv7
— Mr SP (@Lonely_prabh) March 6, 2026
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ વીડિયોને Mr SP નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો લઈને યુઝર્સ કોમેન્ટ સેક્શનમાં પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જેમાં મોટા ભાગના યુઝર્સે કોમેન્ટમાં પોતાની રમૂજી પ્રતિક્રિયા આપી છે. ખાસ કરીને આત્મારામ ભીડેને રહેમાન ડકાયતના રોલમાં સેટ કરવામાં આવ્યો છે. જે યુઝર્સને ઘણું પસંદ આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આદિત્ય ધરના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ધુરંધરે વર્લ્ડવાઇડ 1300 કરોડથી વધુની કમાણી કરી હતી. આ ફિલ્મ દર્શકોને ઘણી પસંદ આવી હતી. હવે ફિલ્મનો બીજો ભાગ ધુરંધર પાર્ટ 2 19 માર્ચે રિલીઝ થવાનો છે. આ ફિલ્મને લઈને પણ દર્શકો ઘણા ઉત્સુક છે અને ફિલ્મે એડવાન્સ બુકિંગમાં જ મોટા પ્રમાણમાં કમાણી કરી લીધી છે.

