Trump Ambani Deal: ટ્રમ્પ અને અંબાણી વચ્ચે બિગ ડિલ, રિલાયન્સ અમેરિકામાં ઓઈલ રિફાઇનરી સ્થાપશે, 300 અબજ ડોલરના કરાર કર્યા

Trump Ambani Deal: ટ્રમ્પ અને અંબાણી વચ્ચે બિગ ડિલ, રિલાયન્સ અમેરિકામાં ઓઈલ રિફાઇનરી સ્થાપશે, 300 અબજ ડોલરના કરાર કર્યા

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Trump Ambani US Oil Refinery Deal: ઈઝરાયલ ઇરાન યુદ્ધ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી ઘોષણા કરી છે, જેનાથી બધા આશ્ચર્યચકિત છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા 50 વર્ષમાં પહેલીવાર નવો ઓઇલ રિફાઇનરી પ્લાન્ટ બનાવવા જઈ રહ્યું છે. આ માટે ભારતના દિગ્ગજ ઉદ્યોગ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એ અમેરિકામાં 300 અબજ ડોલરનું રોકાણ કરવા પર હસ્તાક્ષર કર્યા છે.
 
ઇરાન ઈઝરાયલ યુદ્ધ હવે નિર્ણાયક વળાંક તરફ આગળ વધી રહ્યું છે. યુદ્ધના 11મા દિવસે પણ હુમલાઓ અવિરત ચાલુ રહે છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે અમેરિકા 50 વર્ષમાં પહેલીવાર નવો ઓઇલ રિફાઇનરી પ્લાન્ટ બનાવવા જઈ રહ્યું છે.

સૌથી મોટી વાત એ છે કે ભારતના અબજોપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ પ્રોજેક્ટમાં રોકાણ કરશે. ખુદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વાતની જાહેરાત કરી હતી. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે અમેરિકાનો દબદબો ફરી એકવાર એનર્જી સેક્ટરમાં જોવા મળશે. તેમણે કહ્યું કે તેમને એ જાહેરાત કરતા ગર્વ થાય છે કે 50 વર્ષમાં પ્રથમ વખત, યુનાઇટેડ સ્ટેટ્સ નવી ઓઇલ રિફાઇનરી સ્થાપવા જઈ રહ્યું છે. તે લગભગ 300 બિલિયન ડોલરની મોટી ડીલ હોવાનું કહેવાય છે.

આ પછી ટ્રમ્પે પણ ભારતનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે વિશ્વની સૌથી મોટી ખાનગી એનર્જી કંપનીઓમાંની એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ રિફાઇનરી અમેરિકાના બજાર અને રાષ્ટ્રીય સુરક્ષા બંનેને મોટો લાભ આપશે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે તે અમેરિકાની સૌથી સ્વચ્છ રિફાઇનરીઓ પૈકીની એક હશે. તેનાથી દેશમાં રોજગારી વધશે અને આર્થિક વિકાસને નવી ગતિ મળશે.

Donald Trump Post
Donald Trump Submit On Mukesh Ambani US Oil Refinery Deal : ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા ટૂથ પર એક પોસ્ટ કરીને મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અમેરિકામાં ઓઇલ રિફાઇનરી સ્થાપવાની જાણકારી આપી છે. {Photograph}: (Donald Trump Reality)

હકીકતમાં, આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે સમગ્ દુનિયામા ક્રડ ઓઇલની સપ્લાયનું સંકટ વધ્યું છે. અમેરિકામાં પેટ્રોલ અને ગેસના ભાવને લઈને પણ ચિંતા છે. આ દરમિયાન, મંગળવારે વ્હાઇટ હાઉસમાં એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન, પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું હતું કે અમેરિકન લોકો પણ જાણે છે કે ઓઈલ અને ગેસના ભાવ હજી પણ વધી રહ્યા છે. જો કે, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ઓપરેશન “એપિક ફ્યુરી” ના લક્ષ્યો પૂર્ણ થતાંની સાથે જ ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *