આ કારણે ‘ધુરંધર 2’ ની ધડાધડ વેચાઇ રહી છે ટિકિટો! મેકર્સે બનાવ્યો માસ્ટર પ્લાન

આ કારણે ‘ધુરંધર 2’ ની ધડાધડ વેચાઇ રહી છે ટિકિટો! મેકર્સે બનાવ્યો માસ્ટર પ્લાન

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

‘ધુરંધર 2’ 19 માર્ચના રોજ રિલીઝ થશે. રિલીઝ પહેલાં જ આ મૂવીને લઈને ફેન્સમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ‘ધુરંધર 2’ મૂવીએ રિલીઝ પહેલાં જ બમ્પર કમાણી કરી લીધી છે.

Image Source: ADITYA DHAR INSTAGRAM
Picture Supply: ADITYA DHAR INSTAGRAM

‘ધુરંધર 2’ મૂવી રિલીઝ થતાં પહેલાં જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવે છે. એડવાન્સ બુકિંગના આંકડા ચોંકાવી દે તેવા છે. ફિલ્મના માર્કેટિંગ માટે એક પ્રાઇસિંગ સ્ટ્રેટેજી અપનાવી છે જે દર્શકોને ખેંચી રહી છે. આ ફિલ્મએ રિલીઝ થતાં પહેલાં જ કરોડોની કમાણી કરી લીધી છે. આટલું જ નહીં આ આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. આ જોતાં એવું લાગી રહ્યું છે કે ‘ધુરંધર’ ની જેમ ‘ધુરંધર 2’ પણ ધૂમ મચાવશે.

પ્રીમિયમથી લઈને બજેટ ફ્રેન્ડલી છે ટિકિટ

વેરાયટી તાજા રિપોર્ટ્સ અનુસાર ‘ધુરંધર 2’ ના નિર્માતાઓએ ભારતના વિવિધ બજારોને ધ્યાનમાં લેતાં ટિકિટોની કિંમતમાં મોટું અંતર રાખ્યું છે. એક બાજુ મુંબઈના પોશ વિસ્તાર જેમ કે INOX મેગાપ્લેક્સમાં ફિલ્મનો અનુભવ લેવા માટે દર્શકોને એક સિંગલ રિક્લાઇનર માટે 2900 રૂપિયા ખર્ચ કરવા પડે છે તો બીજી બાજુ દક્ષિણ ભારતમાં ટિકિટ સસ્તી રાખવામાં આવી છે. ચેન્નઈના AGS સિનેમામાં આ ફિલ્મની ટિકિટ સસ્તી રાખવામાં આવી છે, જે માત્ર 59 રૂપિયા છે. આ ડ્યુઅલ પ્રાઇસિંગ મોડલને કારણે ફિલ્મ મોટા શહેરોના મલ્ટીપ્લેક્સથી લઈને સિંગલ સ્ક્રીન થિયેટર સુધી એમ અનેક જગ્યાએ હાઉસફૂલ છે. મેકર્સે બનાવેલા આ માસ્ટર પ્લાનને કારણે ટિકિટ હજુ વધારે વેચાઇ શકે છે.

જાણો એડવાન્સ બુકિંગના આંકડા

ફિલ્મના એડવાન્સ બુકિંગની વાત કરવામાં આવે તો ભારતમાં તેના પ્રીમિયર શો માટે અત્યાર સુધીમાં 237323 કરતા પણ વધારે ટિકિટ વેચી છે. આ જબરજસ્ત પ્રતિક્રિયાને કારણે ઘરેલુ બજારમાં એડવાન્સ બુકિંગનું ગ્રોસ કલેક્શન 13.75 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. બ્લોક કરવામાં આવેલી સીટને જોડવામાં આવે તો આ આંકડો 19.46 કરોડને પહોંચી ગયો છે. તમિલનાડુ જેવા રાજ્યોમાં ઓછી કિંમત હોવાને કારણે ક્રશ વધારે જોવા મળી રહ્યો છે. ટ્રેડ એક્સપર્ટ અનુસાર આ ફિલ્મ ‘OG’ ના 25 કરોડ રૂપિયાના પેડ પ્રિવ્યુ રેકોર્ડને સરળતાથી પડકાર આપી શકે છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ધાક જમાવી

‘ધુરંધર 2’ મૂવીએ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ધૂમ મચાવી દીધી છે. અમેરિકાની વાત કરવામાં આવે તો USA માં ફિલ્મના પ્રીમિયર માટે 557 સ્થાન પર લગભગ 38545 ટિકિટ વેચાઈ છે, જેમાં  $618911 (લગભગ 5.15 કરોડ રૂપિયા)ની કમાણી થઈ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *