મેન ઇન બ્લુએ ઇતિહાસ રચ્યો: નીતા અંબાણીએ ખેલાડીઓના જુસ્સાને કરી સલામ, સમજાવ્યું- આ જીત કેમ ખાસ

મેન ઇન બ્લુએ ઇતિહાસ રચ્યો: નીતા અંબાણીએ ખેલાડીઓના જુસ્સાને કરી સલામ, સમજાવ્યું- આ જીત કેમ ખાસ

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

નીતા અંબાણીએ ટીમ ઈન્ડિયાને ત્રીજી વખત T20 વર્લ્ડ કપ જીતનાર પ્રથમ પુરુષ ટીમ બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે આ જીતને દરેક ભારતીય માટે ગર્વની વાત ગણાવી અને કહ્યું કે, ઘરઆંગણે આ સફળતા અત્યંત ખાસ છે.

ટીમ ઈન્ડિયાની જીત પર નીતા અંબાણીએ શું કહ્યું?
ટીમ ઈન્ડિયાની જીત પર નીતા અંબાણીએ શું કહ્યું?

અમદાવાદ: T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ક્રિકેટ ટીમની શાનદાર જીત બાદ, ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ધર્મપત્ની નીતા અંબાણીએ ટીમ ઈન્ડિયાને આ અભૂતપૂર્વ સફળતા બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે. ભારતે ફાઇનલમાં ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવ્યું છે. એટલું જ નહીં, પરંતુ ત્રણ વખત T20 વર્લ્ડ કપ જીતનાર પ્રથમ પુરુષ ટીમ બનીને ઇતિહાસમાં પોતાનું નામ પણ લખાવ્યું છે. જેને લઈને નીતા અંબાણી ખુશી વ્યક્ત કરી છે.

અબજો હૃદયનો ધબકાર અને ત્રિરંગાનું સન્માન

નીતા અંબાણીએ ટીમ ઈન્ડિયાની જીતને દરેક ભારતીય માટે ગર્વની વાત ગણાવી છે. તેમણે કહ્યું, “આજે રાત્રે, એક અબજથી વધુ હૃદય ગર્વ અને આનંદથી ધબકી રહ્યા છે. ICC મેન્સ T20 વર્લ્ડ કપ જીતવા અને ઇતિહાસમાં ત્રણ વખત ટાઇટલ જીતનાર પ્રથમ ટીમ બનવા બદલ અમારા ‘મેન ઇન બ્લુ’ને હાર્દિક અભિનંદન.” તેમણે વધુમાં ભારપૂર્વક કહ્યું કે, ઉત્સાહી ચાહકોની સામે ઘરની ધરતી પર આ સિદ્ધિ હાંસલ કરવાથી આ જીત વધુ ખાસ બની છે.

ખેલાડીઓના જુસ્સાને સલામ

નીતા અંબાણીએ ભારતીય ખેલાડીઓની રમત અને તેમના અતૂટ વિશ્વાસની પ્રશંસા કરતા કહ્યું હતું કે, “નિર્ભય ભાવના, અસાધારણ હિંમત અને અતૂટ વિશ્વાસ સાથે, અમારા ખેલાડીઓએ વિશ્વને બતાવ્યું કે ભારતીય વાદળી જર્સી પહેરવાનો ખરેખર અર્થ શું છે.” નીતા અંબાણીએ આ જીતનો શ્રેય ફક્ત ટીમને જ નહીં, પરંતુ વિશ્વના દરેક ખૂણામાં રહેતા દરેક ભારતીયને આપ્યો છે કે, જેઓએ ટીમ માટે પ્રાર્થના કરી અને ઉત્સાહ વ્યક્ત કર્યો છે.

અંતમાં, તેમણે રમતગમતની શક્તિ વિશે વાત કરતા કહ્યું કે, આવી ક્ષણો આપણને યાદ અપાવે છે કે કેવી રીતે એક રમત સમગ્ર રાષ્ટ્રને એક કરી શકે છે અને ભવિષ્યની પેઢીઓને ભારત માટે મોટા સ્વપ્ન જોવા માટે પ્રેરણા આપી શકે છે. હવે આજે રાત્રે ત્રિરંગો વધુ ઊંચો અને તેજસ્વી લહેરાશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *