ટીસીમાં ધડાકો થતાં ઘઉંના ખેતરમાં ભભૂકી આગ, 12 વિઘાનો તૈયાર પાક સળગી ગયો

ટીસીમાં ધડાકો થતાં ઘઉંના ખેતરમાં ભભૂકી આગ, 12 વિઘાનો તૈયાર પાક સળગી ગયો

બિઝનેસ BUSINESS
Spread the love



જેતપુરમાં ઘઉંના ખેતરમાં આગ લાગવાની ઘટના બની છે. મેવાસા ગામે રહેતા એક ખેડૂતના ખેતરમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. એક અનુમાન પ્રમાણે આ આગ ખેતરની બાજુમાં રહેલા TCમાં ધડાકો થતાં તેમાથી નીચે પડેલા તણખાને કારણે લાગી હતી. મહત્વનું છે કે બનાવ અંગની જાણ થતાં જ ખેડૂત સહિત PGVCLની ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. સોશિયલ મીડિયામાં આગના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે. જેમાં જોઈ શકાય છે કે ખેતરમાં ઉભેલા ઘઉંનો લણવા લાયક પાક બળીને ખાખ થઈ રહ્યો છે. આગની ઘટનાને પગલે 12 વીઘામાં તૈયાર થયેલા ઘઉંનો પાક સળગી ગયો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *