Iranian warship sinks : અમેરિકાએ હિંદ મહાસાગરમાં ઈરાની સૈન્ય જહાજ IRIS Dena ને સબમરીનથી નિશાન બનાવવાનો વીડિયો ફૂટેજ જાહેર કર્યા છે. યુએસ સેક્રેટરી ઓફ વોર પીટ હેગસેથે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અમેરિકન સબમરીને હિંદ મહાસાગરમાં ઇરાની યુદ્ધ જહાજને ડૂબાડી દીધું છે.
તેમણે કહ્યું કે ઈરાની યુદ્ધ જહાજને એક સબમરિન દ્વારા ડુબાડી દીધું છે. અમે જીતવા માટે લડી રહ્યા છીએ. સમાચાર એજન્સી રોઇટર્સે drill’s વેબસાઇટના હવાલાથી જણાવ્યું હતું કે આ ઇરાની યુદ્ધ જહાજ 18 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી બંગાળની ખાડીમાં નૌકાદળની કવાયતમાં ભાગ લીધા પછી પરત ફરી રહ્યું હતું.
ઈરાનના જહાજમાં સવાર 87 લોકોના મોત
અમેરિકાએ જે યુદ્ધ જહાજને નિશાન બનાવ્યું હતું તેમાં સવાર 87 લોકોના મોતની પુષ્ટિ થઈ ગઈ છે. શ્રીલંકાના વિદેશ મંત્રી વિજિતા હેરાથે જણાવ્યું હતું કે ઈરાની જહાજમાં 180 લોકો સવાર હતા.
શ્રીલંકાના નૌકાદળને ડિસ્ટ્રેસ કોલ આવ્યો હતો
શ્રીલંકાની વાયુસેનાએ જણાવ્યું હતું કે જ્યારે નૌકાદળને ડિસ્ટ્રેસ કોલ આવ્યો ત્યારે આકાશમાં કોઈ વિમાન જોવા મળ્યું ન હતું. શ્રીલંકાના નૌકાદળના જણાવ્યા અનુસાર ઘટના સમયે આસપાસના વિસ્તારમાં કોઈ જહાજ પણ ન હતું. તેમણે કહ્યું કે જે જહાજ ડૂબી ગયું હતું તે ઇરાનનું મિલિટ્રી વેલસ હતું.
https://t.co/PiqQpVIrMupic.twitter.com/Wc1e0B0um7
— Division of Warfare 🇺🇸 (@DeptofWar) March 4, 2026
શ્રીલંકાના નૌકાદળે કહ્યું છે કે તેઓએ ઘણા મૃતદેહો મળી આવ્યા છે, જે ક્રૂ હોઈ શકે છે. તેમણે કહ્યું કે આ ઘટના શ્રીલંકાની સમુદ્રી સીમાની બહાર બની હતી પરંતુ શ્રીલંકા મદદ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
આ પણ વાંચો – મિડલ ઇસ્ટમાં યુદ્ધ તીવ્ર બન્યું, વિદેશ મંત્રાલયે ભારતીયોની મદદ માટે કંટ્રોલ રૂમ બનાવ્યો
શ્રીલંકાના બે વરિષ્ઠ સરકારી અધિકારીઓએ ઘટનાની સંવેદનશીલતાને કારણે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ડૂબતા જહાજમાંથી ઓછામાં ઓછા 30 ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા અને કિનારે લાવવામાં આવ્યા હતા, જેમાંથી ઘણાની હાલત ગંભીર હતી. બચાવાયેલા ઘણા ખલાસીઓ જહાજ પર થયેલા તીવ્ર હુમલાને કારણે અને લાંબા સમય સુધી પાણીમાં હોવાથી ગંભીર ઇજાઓ અને તકલીફથી પીડાઈ રહ્યા હતા.
શ્રીલંકાના વિદેશ મંત્રીએ વધારે વિગતો ના આપી
શ્રીલંકાના વિદેશ મંત્રી વિજિતા હેરથે સંસદમાં આ ઘટના વિશે વધુ માહિતી આપી ન હતી, પરંતુ કહ્યું હતું કે સેનાએ જહાજમાં સવાર ઓછામાં ઓછા 30 લોકોને બચાવ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે શ્રીલંકા આ મામલે યોગ્ય કાર્યવાહી કરશે.
