Window કે Cut up, બંનેમાંથી કેવું AC ખરીદાય? આટલું જાણી લેશો તો લાઇટ બિલ ઓછું આવશે! રૂમ ફટાફટ ઠંડો થઈ જશે

Window કે Cut up, બંનેમાંથી કેવું AC ખરીદાય? આટલું જાણી લેશો તો લાઇટ બિલ ઓછું આવશે! રૂમ ફટાફટ ઠંડો થઈ જશે

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

ગરમીમાં એસીની ડિમાન્ડ વધી જાય છે. પરંતુ અનેક લોકોના મનમાં વિન્ડો અને સ્પ્લિટ એસીને લઈને પ્રશ્નો થતા હોય છે. આમ, તમે પણ આ વાતને લઈને મૂંઝવણમાં છો તો જાણો અહીં.

News18
News18

AC Shopping for Ideas: ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ગરમી આવતાં જ એસીની ડિમાન્ડ વધી જાય છે. એસી એક એવી વસ્તુ છે જે તમે વારંવાર ખરીદી શકતા નથી. આ માટે જ્યારે પણ તમારે એસી લેવાનું થાય ત્યારે ખાસ કરીને નાની-નાની બાબતો પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. આ સાથે અનેક લોકોના મનમાં એ પ્રશ્ન થતો હોય છે કે સ્પ્લિટ એસી લેવું જોઈએ કે વિન્ડો એસી. આમ, તમે પણ આ મૂંઝવણમાં છો તો ખાસ જાણી લો અહીં.

Window AC ના ફાયદા-ગેરફાયદા

Window AC માં એક જ યુનિટમાં કોમ્પ્રેસર, કન્ડેન્સર અને બ્લોઅર આવે છે. સામાન્ય રીતે વિન્ડો એસી બારીમાં ફિટ કરવામાં આવે છે. સ્પ્લિટ એસીની તુલનામાં આ સસ્તું આવે છે. આ સાથે એસીનું ઇન્સ્ટોલેશન પણ સરળ હોય છે. નાના અને મધ્યમ રૂમ માટે પર્યાપ્ત કૂલિંગ આપે છે. આમ, તમારું બજેટ ઓછું છે તો તમે વિન્ડો એસી લઈ શકો છો. પરંતુ વિન્ડો એસીનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે આ અવાજ વધારે કરે છે. આ એસી ફિટ કરવા માટે તમારે બારી બંધ કરવી પડે છે.

Cut up AC ના ફાયદા-ગેરફાયદા

આ બે યુનિટ્સમાં હોય છે, જેમાં ઇનડોર યુનિટ રૂમની અંદર હોય છે અને આઉટડોર યુનિટ બહારના ભાગમાં ફિટ કરવામાં આવે છે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે આ એસી અવાજ કરતું નથી. આ એસી સારું એર ડિસ્ટ્રીબ્યૂશન કરે છે અને વધારે કૂલિંગ પાવરની સાથે આવે છે. આ સિવાય દીવાલ પર મસ્ત દેખાય છે. આ એસીને કારણે તમારી બારી બંધ થતી નથી.

Cut up એસીનું ઇન્સ્ટોલેશન થોડું મોંઘું પડે છે. આ સાથે એસીની કિંમત પણ વિન્ડો એસી કરતા વધારે હોય છે. આ એસી તમારે રૂમની સાઇઝ પ્રમાણે લેવાનું હોય છે. આમ, તમારો રૂમ નાનો છે, બજેટ ઓછું છે અને બારી છે તો તમે વિન્ડો એસી લઈ શકો છો. પરંતુ તમારો રૂમ મોટો છે, બજેટ વધારે છે અને તમે અવાજ વગરનું એસી લેવા ઇચ્છો છો તો સ્પ્લિટ એસી લઈ શકો છો. આમ, તમે ઇન્વર્ટર એસી લો છો તો લાઇટ બિલ ઓછું આવી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ન્યૂઝ18 ગુજરાતી આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *