IND vs WI Dwell Rating: બુમરાહે હેટમાયર બાદ રોસ્ટન ચેસને પણ આઉટ કર્યો; વેસ્ટ ઈન્ડિઝનો લાઈવ સ્કોર 113/3

IND vs WI Dwell Rating: બુમરાહે હેટમાયર બાદ રોસ્ટન ચેસને પણ આઉટ કર્યો; વેસ્ટ ઈન્ડિઝનો લાઈવ સ્કોર 113/3

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


IND vs WI Tremendous 8 Cricket Match LIVE Rating: આજે ટી20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 મુકાબલામાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ આમને-સામને છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. વેસ્ટ ઈન્ડિઝ પહેલા બેટિંગ કરશે અને તેઓ જે પણ ટાર્ગેટ નક્કી કરશે તેનો પીછો કરશે. આજની મેચ કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહી છે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ પાસે ટી20 વર્લ્ડ કપ 2026 ની સેમિફાઇનલમાં પહોંચવાની સમાન તકો છે. આજે આ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચનારી ચોથી ટીમનો નિર્ણય કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે થશે. દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ પહેલાથી જ સેમિફાઇનલમાં પહોંચી ગયા છે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની મેચ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે, જેમાં ટોસ સાંજે 6:30 વાગ્યે થશે. બંને ટીમો મજબૂત દેખાઈ રહી છે, બેટિંગમાં કોઈ નબળાઈ નથી. આ બંને ટીમો વચ્ચેનો તફાવત તેમના બોલરોનો હશે. જોકે ટી20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ આંકડાકીય રીતે વધુ મજબૂત ફાયદો ધરાવતું દેખાય છે,  કારણ કે આ ટીમે ભારત સામે ત્રણ મેચ જીતી છે, જ્યારે ભારતના નામે એક મેચ રહી છે.

IND vs WI Tremendous 8 Match Right this moment: ભારતની ટીમ

સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ.

IND vs WI Tremendous 8 Match Right this moment: વેસ્ટ ઈન્ડિઝની ટીમ

બ્રેન્ડન કિંગ, શાઈ હોપ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, રોસ્ટન ચેઝ, શેરફેન રૂથરફોર્ડ, રોમારિયો શેફર્ડ, જેસન હોલ્ડર, મેથ્યુ ફોર્ડ, ગુડાકેશ મોટી, શમર જોસેફ, જોહ્ન્સન ચાર્લ્સ, અકીલ હોસેન, જેડેન સીલ્સ, ક્વેન્ટિન સેમ્પસન.

  • Mar 01, 2026 20:23 IST

    IND vs WI Dwell Rating: હાર્દિક પંડ્યાને મળી સફળતા

    હાર્દિક પંડ્યાને રેધરફોર્ડના રૂપમાં પ્રથમ સફળતા મળી છે. તેણે રેધરફોર્ડને 14 રન પર સંજુ સેમસનના હાથે કેચ આઉટ કરાવ્યો છે. 15 ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝે 4 વિકેટના નુકસાને 125 રન બનાવી લીધા છે. હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 40 રન આપ્યા અને એક વિકેટ લીધી.

  • Mar 01, 2026 20:05 IST

    IND vs WI Dwell Rating: બુમરાહે રોસ્ટન ચેસને પેવેલિયન ભેગો કર્યો

    બુમરાહે રોસ્ટન ચેસને પણ આઉટ કર્યો છે. એક જ ઓવરમાં બુમરાહે વેસ્ટ ઈન્ડીઝને બે ઝટકા આપ્યા. હેટમાયર બાદ રોસ્ટન ચેસ પણ પેવેલિયન ભેગો થયો.  તેણે 25 બોલમાં 40 રન બનાવ્યા.

  • Mar 01, 2026 20:03 IST

    IND vs WI Dwell Rating: બુમરાહે હેટમાયરને આઉટ કર્યો

    બુમરાહે હેટમાયરને આઉટ કરી વેસ્ટ ઈન્ડીઝને બીજો ઝટકો આપ્યો છે. હેટમાયર સારી બેટિંગ કરી રહ્યો હતો, તેણે 12 બોલમાં 27 રન બનાવ્યા.

  • Mar 01, 2026 19:53 IST

    IND vs WI Dwell Rating: વેસ્ટ ઈન્ડિઝ લાઈવ સ્કોર 82/1

    10 ઓવરના અંતે વેસ્ટ ઈન્ડિઝે એક વિકેટના નુક્સાને 82 રન બનાવી લીધા છે. શિમરોન હેટમાયર 5 બોલમાં 9 રન અને રોસ્ટન ચેસ 23 બોલમાં 39 રન બનાવીને ક્રિઝ પર છે.

  • Mar 01, 2026 19:43 IST

    IND vs WI Dwell Rating: વરૂણ ચક્રવર્તીએ ભારતને પ્રથમ સફળતા અપાવી

    વરૂણ ચક્રવર્તીએ ભારતને પ્રથમ સફળતા અપાવી છે. શાઈ હોપને પેવેલિયન ભેગો કર્યો છે. તે 33 બોલમાં 32 રન બનાવીને આઉટ થયો. 

  • Mar 01, 2026 19:39 IST

    IND vs WI Dwell Rating: વેસ્ટ ઈન્ડિઝ લાઈવ સ્કોર 66/0

    8 ઓવરના અંતે વેસ્ટ ઈન્ડિઝે એક પણ વિકેટના નુક્સાન વિના 66 રન બનાવી લીધા છે. શાઈ હોપ 30 બોલમાં 31 રન અને રોસ્ટન ચેસ 18 બોલમાં 35 રન બનાવીને ક્રિઝ પર છે. ટીમ ઈન્ડિયા વિકેટની શોધમાં છે.

  • Mar 01, 2026 19:30 IST

    IND vs WI Dwell Rating: વેસ્ટ ઈન્ડિઝ લાઈવ સ્કોર 45/0

    છ ઓવરના અંતે વેસ્ટ ઈન્ડિઝે એક પણ વિકેટના નુક્સાન વિના 45 રન બનાવી લીધા છે. શાઈ હોપ 25 રન અને રોસ્ટન ચેસ 20 રન સાથે ક્રિઝ પર છે. ટીમ ઈન્ડિયા વિકેટની શોધમાં છે.

  • Mar 01, 2026 19:22 IST

    IND vs WI Dwell Rating: વેસ્ટ ઈન્ડિઝ લાઈવ સ્કોર 28/0

    ચાર ઓવરના અંતે વેસ્ટ ઈન્ડિઝે એક પણ વિકેટના નુક્સાન વાન 28 રન બનાવી લીધા છે. શાઈ હોપ 18 રન અને રોસ્ટન ચેસ 10 રન સાથે ક્રિઝ પર છે. ટીમ ઈન્ડિયા વિકેટની શોધમાં છે.

  • Mar 01, 2026 19:12 IST

    IND vs WI Dwell Rating: 2 ઓવરના અંતે વેસ્ટ ઈન્ડિઝનો લાઈવ સ્કોર 13/0

    હાર્દિક પંડ્યાની ઓવરમાં 10 રન આવ્યા, 2 ઓવરના અંતે વેસ્ટ ઇન્ડિઝનો સ્કોર 13 રન.

  • Mar 01, 2026 19:06 IST

    IND vs WI Dwell Rating: પ્રથમ ઓવરમાં આવ્યા માત્ર 3 રન

    અર્શદીપ સિંહે પ્રથમ ઓવરમાં મત્ર 3 રન આપ્યા છે. શાઈ હોપ અને રોસ્ટન ચેસ ક્રિઝ પર છે.

  • Mar 01, 2026 18:56 IST

    IND vs WI Dwell Rating: અકીલ હોસેન ટીમમાં સામેલ

    વેસ્ટ ઈન્ડિઝે પોતાની ટીમમાં એક ફેરફાર કર્યો છે અને બ્રેંડન કિંગના સ્થાને અકીલ હોસેનને ટીમમાં સામેલ કર્યો છે. વિન્ડીઝે સ્પિન ડિપાર્ટમેન્ટને મજબૂત કર્યો છે.

  • Mar 01, 2026 18:54 IST

    IND vs WI Dwell Rating: વેસ્ટ ઈન્ડિઝ પ્લેઈંગ ઈલેવન

    શાઈ હોપ (વિકેટકીપર), રોસ્ટન ચેસ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, શેરફેન રધરફોર્ડ, રોમારિયો શેફર્ડ, જેસન હોલ્ડર, મેથ્યુ ફોર્ડ, અકીલ હોસીન, ગુડાકેશ મોટી, શમર જોસેફ.

  • Mar 01, 2026 18:43 IST

    IND vs WI Dwell Rating: ભારતની પ્લેઈંગ ઈલેવન

    સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ.

  • Mar 01, 2026 18:38 IST

    IND vs WI Dwell Rating: ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી મેચોના પરિણામો

    ટી20 વર્લ્ડ કપમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી મેચોના પરિણામો

    • 2009 – વેસ્ટ ઈન્ડિઝ 7 વિકેટથી જીત્યું
    • 2010 – વેસ્ટ ઈન્ડિઝ 14 રનથી જીત્યું
    • 2014 – ભારત 7 વિકેટથી જીત્યું
    • 2016 – વેસ્ટ ઈન્ડિઝ 7 વિકેટથી જીત્યું
  • Mar 01, 2026 18:36 IST

    IND vs WI Dwell Rating: ટીમ ઈન્ડિયાએ ટોસ જીત્યો

    ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

  • Mar 01, 2026 18:34 IST

    IND vs WI Dwell Rating: રિંકુ સિંહ ટીમ સાથે જોડાયો

    રિંકુ સિંહ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, તે છતા તે ટીમ ઈન્ડિયા સાથે કોલકાતમાં શનિવારે જોડાય ગયો છે. તે મેચ પહેલા પ્રેક્ટિસ કરતા પણ જોવા મળ્યો હતો.

  • Mar 01, 2026 18:01 IST

    IND vs WI Tremendous 8 Match Right this moment: કોલકાતામાં વરસાદની શક્યતા કેટલી

    ભારત-વેસ્ટ ઈન્ડીઝ મેચ દરમિયાન વરસાદની સંભાવના ના બરાબર છે. એટલે કે મેચ સંપુર્ણ રમાશે અને ક્રિકેટ ફેન્સને મેચનો સંપૂર્ણ આનંદ મળશે.

  • Mar 01, 2026 18:01 IST

    IND vs WI Tremendous 8 Match Right this moment: કોલકાતામાં હાઈ સ્કોરિંગ મેચ

    ટીમ ઈન્ડિયાના સહાયક કોચ પ્રેસ કોન્ફરન્સમાં પહેલાથી જ કહી ચુક્યા છે કે કોલકાતામાં હાઈ સ્કોરિંગ મેચ જોવા મળશે. અહીંની પીચ પર બેસ્ટમેનોનું પ્રદર્શન ખુબ જ સારૂ રહેશે. અહીંની પીત કાળી માટીથી બનેલી છે જ્યાં સ્પિનરોને બાદમાં મદદ મળશે.

  • Mar 01, 2026 16:33 IST

    IND vs WI Tremendous 8 Match Right this moment: ભારતની બેટિંગ લાઈનઅપ શાનદાર

    ભારતનું બેટિંગ લાઇનઅપ શાનદાર છે અને સૌથી સારી વાત એ છે કે જે રીતે ભારતીય બેટ્સમેનોએ ઝિમ્બાબ્વે સામે આક્રમક ક્રિકેટ રમી હતી, તે જ અભિગમ તેમને વેસ્ટ ઇન્ડીઝ સામે જીતવામાં મદદ કરશે.

  • Mar 01, 2026 16:29 IST

    IND vs WI Tremendous 8 Match Right this moment: કોલકાતામાં ભારતનો રેકોર્ડ શાનદાર

    કોલકાતાની વાત કરીએ તો અહીં વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ભારતે અહીં વેસ્ટ ઇન્ડીઝ સામે ચાર મેચ રમી છે અને તે બધી જીતી છે. આનો અર્થ એ થયો કે આ સ્થળે વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતનો રેકોર્ડ 4-0 છે.

  • Mar 01, 2026 16:29 IST

    IND vs WI Tremendous 8 Match Right this moment: ભારત પાસે 10 વર્ષ જૂનો હિસાબ કરવાની તક

    ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે છેલ્લી ટી20 વર્લ્ડ કપ મુકાબલો 2016 માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે થયો હતો. રસપ્રદ વાત એ છે કે તે સેમિફાઇનલ મેચ હતી, જેમાં ભારત હારી ગયું હતું અને ફાઇનલમાં સ્થાન મેળવવાથી ચૂકી ગયું હતું.

  • Mar 01, 2026 16:29 IST

    IND vs WI Tremendous 8 Match Right this moment: આંકડામાં વેસ્ટ ઈન્ડિઝ મજબૂત

    ટી20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝે ભારત સામે ત્રણ મેચ જીતી છે, જ્યારે ભારતે ફક્ત એક જ જીતી છે. બંને ટીમો વચ્ચે કુલ ચાર મેચ રમાઈ છે.

  • Mar 01, 2026 16:29 IST

    IND vs WI Tremendous 8 Match Right this moment: વેસ્ટ ઇન્ડીઝની નજર જીત પર

    વેસ્ટ ઇન્ડીઝ પણ ભારતને હરાવીને સેમિફાઇનલમાં પહોંચવા માટે નજર રાખશે. જો તેઓ સેમિફાઇનલમાં પહોંચશે તો તેમનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે. હવે જોવાનું એ રહે છે કે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે કોણ જીતે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *