વિશ્વ યાત્રાધામ દ્વારકામાં આગામી 3 માર્ચના રોજ ઉજવાનારા હોળી અને ફુલડોલ ઉત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાળિયા ઠાકોર સંગ હોળી રમવા માટે સમગ્ર ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ હાલ દ્વારકા તરફ જઈ રહ્યા છે. શ્રદ્ધાળુઓના અવિરત પ્રવાહને કારણે દ્વારકાના તમામ માર્ગો અત્યારે ભક્તિના રંગે રંગાયા છે. હાથમાં ધર્મધજા લઈને નીકળેલા હજારો પદયાત્રીઓના કારણે રાજમાર્ગો પર ભીડ જોવા મળી રહી છે. જગત મંદિરમાં પણ ભક્તોની ભીડ ઉમટી રહી છે. જેના કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને બેરકેટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી ૩ તારીખે બપોરે 2:00થી 3:00 દરમિયાન ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે.
Source link
