સ્ટેજ પર વરરાજાએ વરમાળા પહેરતા વખતે જોવા જેવી કરી, દુલ્હન પણ જોતી જ રહી ગઈ

સ્ટેજ પર વરરાજાએ વરમાળા પહેરતા વખતે જોવા જેવી કરી, દુલ્હન પણ જોતી જ રહી ગઈ

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

સોશિયલ મીડિયા પર હાલ એક લગ્નનો વીડિયો વાયરલ થયો છે. જેમાં લગ્ન પ્રસંગમાં વરમાળા પહેરાવતા સમયે વરરાજાએ જે કર્યું તેને લઈને આ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો જોઈને તમે પણ 2 ઘડી માટે હસી પડશો.

Image: Instagram@khushi__jaat5050
Picture: Instagram@khushi__jaat5050

લગ્નની સિઝન શરૂ થાય અને સોશિયલ મીડિયા પર અલગ અલગ વીડિયો વાયરલ થવાના શરૂ થઈ જતા હોય છે. ખાસ કરીને વરરાજા અને દુલ્હનની કોઈ ખાસ પળોના વીડિયો પહેલા વાયરલ થતા હોય છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેને જોઈને તમે પણ હસી પડશો. આ વીડિયો વરરાજાને દુલ્હન વરમાળા પહેરાવતી હોય છે તે સમયનો છે. જેમાં વરરાજાએ કંઈક એવું કર્યું કે તેનો વીડિયો વાયરલ થયો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા અને દુલ્હન સ્ટેજ પર ઊભા હોય છે. બંન્ને એકબીજાને વરમાળા પહેરાવા જઈ રહ્યા હોય છે. તે જ સમયે દુલ્હન વરરાજાને માળા પહેરાવવા માટે હાથ આગળ કરે છે. સામાન્ય રીતે વરરાજાને જ્યારે વરમાળા પહેરાવવાની હોય ત્યારે તે ઉપરની સાઈડ થતો હોય છે. જોકે આમાં તો વરરાજા નીચે તરફ નમી જાય છે.

વરરાજાની આ હરકત જોઈને સ્ટેજ પર દુલ્હન પણ હસવા લાગે છે. સાથે જ ત્યાં હાજર મહેમાનો પણ તેની આ હરકત જોઈને હસી પડે છે. વરમાળા પહેરવાના સમયે તેણે જે એક્સપ્રેશન આપ્યા હતા તે જોઈને તમે પણ એવું જ કહેશો કે આ ભાઈ આ શું હતું. દુલ્હન પણ પોતાનું હસવાનું કંટ્રોલ કરીને તેને વરમાળા પહેરાવે છે. બાદમાં વરરાજા લોકોને ત્યાં પૂછે પણ છે કે હવે વરમાળા પહેરાવી દઉં? જેને લઈને લોકો વધારે હસી પડે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયોને @khushi__jaat5050 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલા આ વીડિયો પર યુઝર્સ દ્વારા કોમેન્ટ સેક્શનમાં પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. જેમાં મોટા ભાગના યુઝર્સ દ્વારા પોતાની રમૂજી પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેને લઈને આ વીડિયો હાલ ઘણો વાયરલ થયો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *