Final Up to date:
મુખ્યમંત્રી મોહન યાદવે વિધાનસભામાં જવાબ આપતા જણાવ્યું કે ચિત્તાના ભોજન માટે બજેટમાં કોઈ અલગથી વ્યવસ્થા નથી કરી.
ભોપાલ: મધ્ય પ્રદેશ વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. જ્યાં મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ચિત્તા અંતર્ગત તેમના ખાવા પર થનારા ખર્ચ પર પ્રશ્નકાળમાં ચોંકાવનારી જાણકારી સામે આવી છે. જ્યારે કોંગ્રેસ ધારાસભ્ય મુકેશ મલ્હોત્રાએ પ્રોજેક્ટ ચિત્તા અંતર્ગત ખર્ચ થનારા રૂપિયાની જાણકારી માગી. તેના પર રાજ્ય સરકાર તરફથી કેટલીય ચોંકાવનારી વાતો સામે આવી. સરકારે એ પણ માન્યું કે ડિસેમ્બર 2025માં રોડ પર ફરતા એક ચિત્તાનું અકસ્માતમાં મોત થઈ ગયું હતું.
મુખ્યમંત્રી મોહન યાદવે વિધાનસભામાં જવાબ આપતા જણાવ્યું કે ચિત્તાના ભોજન માટે બજેટમાં કોઈ અલગથી વ્યવસ્થા નથી કરી. આ ઉપરાંત વન્યજીવ પ્રબંધનની રકમથી જ તેમાં ચુકવણી થાય છે. સરકાર તરફથી કહેવાયું છે કે બકરાનું મીટ ખરીદવા માટે કુલ 1,27,10,870 રૂપિયા ખર્ચ કર્યા છે. જો તેને 365 દિવસમાં વહેંચીએ તો સરેરાશ દરરોજ 35,000 રૂપિયા થાય છે. એ પણ જણાવ્યું કે, ચિત્તાને કેટલા બકરા આપવામાં આવશે. તેનું કોઈ માપદંડ તૈયાર નથી અને આ ચિત્તાની જરૂરિયાત પર નિર્ભર રહે છે.
હાલમાં શ્યોપુરના કૂનો નેશનલ પાર્કમાં 35 ચિત્તા છે. સરકારે જણાવ્યું છે કે એક ખાસ ટીમ 24 કલાક ચિત્તાનું મોનિટરિંગ કરી રહી છે અને 6 ડિસેમ્બરના રોજ થયેલા મોતમાં ભોજનની કમી સાથે કંઈ મતલબ નથી. તેનું મોત એક રોડ દુર્ઘટનામાં થયું હતું. એવું પણ જણાવ્યું કે, ક્યારેક ક્યારેક ચિત્તા ખુલ્લામાં ફરતા ગ્રામીણ વિસ્તારમાં પહોંચી જાય છે. જ્યાં પાલતું જાનવરોને શિકાર બનાવે છે.
શ્યોપુરના કૂનો નેશનલ પાર્કમાં ચિત્તાના પુનર્વાસ પ્રોજેક્ટની શરૂઆત થઈ હતી. ત્યાર બાદ વર્ષ 2022માં પીએમ મોદીના નેતૃત્વમાં 8 ચિત્તાને કૂનો નેશનલ પાર્કમાં છોડ્યા હતા. પછી 18 ફેબ્રુઆરી 2023ના રોજ દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તાને ભારતમાં લાવવામાં આવ્યા હતા. કૂનો નેશનલ પાર્કમાં કેટલાય ચિત્તાના મોત થઈ ચૂક્યા છે. પણ તેમ છતાં બચ્ચાના જન્મના કારણે હાલમાં ચિત્તાની સંખ્યા વધી છે.
ત્યાર બાદ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે જાહેરાત કરતા જણાવ્યું કે, એમપીમાં સાઉથ આફ્રિકાના બોત્સવાનાથી 8 ચિત્તા આવવાના છે. ત્યારે તેમણે વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે તેનાથી ચિત્તાના પ્રોજેક્ટને ગતિ મળશે.
Feb 27, 2026 11:04 PM IST

