IND vs ZIM: સેમીફાઈનલ માટે ભારતની આશા જીવંત, ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ભારતનું શાનદાર કમબેક

IND vs ZIM: સેમીફાઈનલ માટે ભારતની આશા જીવંત, ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ભારતનું શાનદાર કમબેક

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

IND vs ZIM: ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની સુપર 8ના રાઉન્ડમાં આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ચેન્નઈના એએમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. આ મેચમાં ટીમ ઇન્ડિયાએ મોટી જીત નોંધાવી છે.

ભારતે ઝિમ્બાબ્વેને હરાવ્યું
ભારતે ઝિમ્બાબ્વેને હરાવ્યું

IND vs ZIM: ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની સુપર 8ના રાઉન્ડમાં આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ચેન્નઈના એએમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. આ મેચમાં ટીમ ઇન્ડિયાએ મોટી જીત નોંધાવી છે. ઝિમ્બાબ્વેની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ ઝિમ્બાબ્વેને 257 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ઝિમ્બામ્વેને 72 રને હારનો સામનો કરવો પડ્યો છે.

ભારતે આપેલા 257 રનના રેકોર્ડ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ 6 વિકેટે માત્ર 184 રન જ બનાવી શકી. ઝિમ્બાબ્વે તરફથી બ્રાયન બેનેટે સૌથી વધુ નોટઆઉટ 97 રન બનાવ્યા. ઓપનર બ્રાયન બેનેટ અને તાદિવાનાશે મારુમાનીએ ઝિમ્બાબ્વેને સારી શરૂઆત અપાવી. બંનેએ પ્રથમ વિકેટ માટે 44 રનની ભાગીદારી કરી. મારુમાનીને તેના 20 રનના વ્યક્તિગત સ્કોર પર અક્ષર પટેલે ઈશાન કિશનના હાથમાં કેચ કરાવ્યો. ત્યારબાદ વરુણ ચક્રવર્તીએ ડિયોન માયસને તિલક વર્માના હાથે કેચ કરાવ્યો. ભારત તરફથી ઝડપી બોલર અર્શદીપ સિંહે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી, જ્યારે વરુણ, અક્ષર અને શિવમ દુબેએ એક-એક વિકેટ લીધી.

આ મેચમાં ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને ટીમ ઈન્ડિયાને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. સંજુ સેમસનને આ વખતે પ્લેઈંગ ઈલેવનમાં તક મળી હતી, જે 24 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. લગાતાર ફ્લોપ ચાલી રહેલા અભિષેક શર્માએ આખરે 55 રનની ઈનિંગ રમીને ધમાલ મચાવી. જ્યારે હાર્દિક પંડ્યાએ 50 રન અને તિલક વર્માએ પણ 44 રનની તોફાની ઈનિંગ રમી. આ પહેલાં ભારતે 2026 ટી20 વર્લ્ડ કપનો સૌથી મોટો અને ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો.

શું સેમીફાઈનલમાં પહોંચી ગઈ ઈન્ડિયા?

ઝિમ્બાબ્વે સામે આ 72 રનની જીતથી ભારત સીધું સેમીફાઈનલમાં પહોંચ્યું નથી. પરંતુ તેની સેમીફાઈનલની રાહ કેટલીક હદ સુધી સરળ થઈ ગઈ છે. જ્યારે ઝિમ્બાબ્વે 257 રનના રેકોર્ડ ટાર્ગેટનો પીછો કરવા આવ્યું ત્યારે બ્રાયન બેનેટે જુસ્સો બતાવતાં 97 રનની નોટઆઉટ દમદાર ઈનિંગ રમી. બેનેટ શરૂઆતથી અંત સુધી ક્રીઝ પર ટકી રહ્યો. પરંતુ પોતાની ટીમને જીત અપવવામાં સફલ રહ્યો નહીં.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *