બે બંદૂકો સાથે 70 વર્ષના દાદા ઝડપાયા

બે બંદૂકો સાથે 70 વર્ષના દાદા ઝડપાયા

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



ડીસાના સમૌ મોટા ગામે ખેતરમાંથી બે ગેરકાયદે બંદૂકો ઝડપાઈ છે. સ્થાનિક SOG પોલીસને મળેલી બાતમી પ્રમાણે દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે 70 વર્ષીય વૃદ્ધના ખેતરમાંથી એક નાળી અને બે નાળી બંદૂક મળી આવી હતી. જે અંગે તેમને પૂછપરછ કરતા હથિયાર અંગેનો કોઈ પરવાનો નહીં હોવાનું માલૂમ પડતા SOGની ટીમે વૃદ્ધ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે વૃદ્ધનું નામ પ્રભાતસિંહ જાદવ હોવાનું સામે આવ્યું છે. જેમણે પોતાના ખેતરના જૂના એક રૂમમાં 2 બંદૂક સંતાડી રાખી હતી. જેનો તેઓ શું ઉપયોગ કરતા હતા કે કરવાના હતા તે હજુ જાણી શકાયું નથી. પરંતુ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે. જપ્ત કરાયેલી બંદૂકોની કુલ કિંમત 10,000 રૂપિયા આંકવામાં આવી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *