Final Up to date:
Whatsapp Sim biding: ભારત સરકારના આદેશ બાદ વોટ્સએપ (Whatsapp)એ સિમ બાઇન્ડિંગ અંગે કામ શરૂ કરી દીધું છે. હવે જો તમે ફોનમાંથી સિમ-કાર્ડ કાઢી લેશો તો વોટ્સએપ કામ કરવાનું બંધ કરી દેશે. જોકે, હાલ આ ફીચર ટેસ્ટિંગ તબક્કામાં છે અને ટૂંક સમયમાં સામાન્ય યુઝર માટે લોન્ચ કરવામાં આવશે.
Whatsapp Sim Binding: ભારત સરકારના આદેશ બાદ વોટ્સએપ (Whatsapp)એ સિમ બાઇન્ડિંગ અંગે કામ શરૂ કરી દીધું છે. હવે જો તમે ફોનમાંથી સિમ-કાર્ડ કાઢી લેશો તો વોટ્સએપ કામ કરવાનું બંધ કરી દેશે. Whatsapp એ હાલ આ ફીચરને તેમના લેટેસ્ટ બીટા અપડેટમાં સામેલ કર્યું છે અને હાલ તેની ટેસ્ટિંગ ચાલી રહી છે. આ જાણકારી Wabetainfo એ શેર કરી છે. હકીકતમાં, સરકારે ભારતીયોની સુરક્ષા અને સાયબર ક્રાઇમના કેસ ઘટાડવા માટે દરેક OTT એપ્સ માટે SIM-Binding નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
ફીચરની ટેસ્ટિંગ શરૂ
વોટ્સએપના નવા અપડેટની માહિતી આપતા સત્તાવાર પ્લેટફોર્મ Wabetainfo એ પોસ્ટ કરીને જણાવ્યું છે કે, મેસેજિંગ એપએ સરકારના નવા નિયમ સાથે કામ કરવાનું શરૂ કરી દીધું છે. જેની મદદથી વોટ્સએપ એકાઉન્ટ સેફ રહેશે અને એક્ટિવ સિમ કાર્ડ પર જ કામ કરશે. જોકે, આ ફીચર હાલ ટેસ્ટિંગ તબક્કામાં છે અને હજુ સુધી લોન્ચ થયું નથી, પરંતુ એકવાર આ ફિચર લોન્ચ થઈ ગયા બાદ યુઝર એક્ટિવ સિમ કાર્ડ દ્વારા જ એપનો ઉપયોગ કરી શકશે.
શું છે સિમ બાઇન્ડિંગ નિયમ?
SIM-Binding એ ખરેખર એવી સર્વિસ છે કે, જેમાં કોઈપણ મેસેજિંગ કે કોમ્યુનિકેશન એપ જે નંબરથી યુઝર રજિસ્ટર હોય તે જ સિમ કાર્ડ સાથે ચાલશે. સ્માર્ટફોનમાંથી સિમ કાઢતા કે બદલતા જ વોટ્સએપ કામ કરવાનું બંધ કરી દેશે. UPI એપ્સમાં આ સુવિધા અગાઉથી જ ચાલુ છે. હાલના સમયમાં યુઝર્સ 6 ડિજિટનો વેરિફિકેશન કોડ દ્વારા વોટ્સએપને યુઝ કરી શકે છે. એક વાર લોગ-ઇન કર્યા બાદ સિસ્ટમ ચેક નથી કરતું કે સિમ એક્ટિવ છે કે નહીં. જોકે, સિમ બાઇન્ડિંગ ફીચર લોન્ચ થયા બાદ આવું નહીં થાય.
સામાન્ય યુઝર્સ પર શું અસર પડશે?
આ પગલાની લાખો ભારતીયો પર અસર પડી શકે છે. યુઝર્સ હવે એક સમયે દિવસો સુધી WhatsApp વેબ ખુલ્લું રાખી શકશે નહીં. તેમને દર છ કલાકે લોગ આઉટ કરવું પડશે. વધુમાં, જો સિમ ડેડ થઈ જાય અથવા સિમ સ્લોટમાંથી ગુમ થઈ જાય, તો એપ્લિકેશન ખુલશે નહીં. વધુમાં, બે ઉપકરણો ધરાવતા યુઝર્સ હવે પહેલાની જેમ સ્વતંત્ર રીતે એપ્લિકેશન ચલાવી શકશે નહીં.
કેમ લેવાયો નિર્ણય?
ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT) મુજબ, સિમ બાઇન્ડિંગ સિસ્ટમ એ ડિસકનેક્ટ થઈ ચૂકેલા કે ફરી વેચાયેલા ફોનના નંબરનો દુરુપયોગ અટકાવવામાં મદદ કરશે આ ઉપરાંત તેનાથી સાયબર ગુનાઓને અટકાવવામાં પણ મદદ મળશે.
Feb 24, 2026 11:26 AM IST

