નોકરી છોડીને બનાવ્યા કેમિકલમુક્ત સાબુ, યુવાને બનાવેલા આ સાબુની માંગ વધુ

નોકરી છોડીને બનાવ્યા કેમિકલમુક્ત સાબુ, યુવાને બનાવેલા આ સાબુની માંગ વધુ

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Final Up to date:

ભાવનગર જિલ્લાના જેસર શહેરના એક યુવાને એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યા બાદ નોકરી છોડીને પ્રાકૃતિક ખેતી અને કેમિકલમુક્ત સાબુ બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો છે. કેસુડો, દૂધ, લીમડો, ગુલાબ અને ગૌમૂત્રથી બનેલા સાબુઓ આજે જિલ્લામાં જ નહીં પરંતુ સુરત જેવા મોટા શહેરોમાં પણ લોકપ્રિય બન્યા છે. આરોગ્યપ્રદ અને કુદરતી ઉત્પાદનો તરફ વધતી માંગ વચ્ચે આ યુવાને આત્મનિર્ભરતાની નવી દિશા બતાવી છે.

+

યુવાને

યુવાને નોકરી છોડીને સાબુનો બિઝનેસ શરૂ કર્યો

ભાવનગર: હાલના સમયમાં જોઈએ તો અનેક યુવકો ઉચ્ચ અભ્યાસ મેળવ્યા બાદ નોકરી કરવાના બદલે પોતાનો વ્યવસાય શરૂ કરતા હોય છે. કેટલાક યુવકો તો નોકરી છોડીને પણ વતનમાં પરત ફરી ખેતી, પશુપાલન જેવા વ્યવસાયો શરૂ કરવા લાગ્યા છે અને જેના થકી તેઓ નોકરી કરતા પણ વધુ આવક મેળવી રહ્યા છે. હાલ જોઈએ તો રોજબરોજના જીવનમાં અનેક કેમિકલ યુક્ત વસ્તુઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જેમાં નાહવા માટે વપરાતા સાબુ જે હવે લોકો પોતાના ઘરે હાનિકારક કેમિકલનો ઉપયોગ કર્યા વગર તૈયાર કરી રહ્યા છે અને દિવસેને દિવસે બજારમાં તેની માંગ પણ વધી રહી છે.

ભાવનગર જિલ્લાના જેસર શહેરમાં રહેતા પરસાણા દિવભાઈ અશોકભાઈ નામના યુવકે એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કરેલો છે. અગાઉ પોતે નોકરી પણ કરતા હતા પરંતુ તે નોકરી છોડીને વતન પરત ફરી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે. તેની સાથે સાથે તેઓને વિચાર આવ્યો કે હાલ જોઈએ તો લોકો કેમિકલ યુક્ત સાબુનો ઉપયોગ કરી રહ્યા છે, જેની જગ્યાએ જાતે જ હાનિકારક કેમિકલનો ઉપયોગ કર્યા વગર તૈયાર કરવામાં આવતા સાબુથી લોકોને ફાયદો થઈ રહ્યો છે, જેથી આ યુવક હાલ પાંચ થી છ પ્રકારના સાબુ તૈયાર કરી રહ્યા છે, જેમાં ખાસ નાના બાળકો માટે કેસુડો અને દૂધના સાબુની ખાસ માંગ રહેલી છે. સુરત જેવા મોટા શહેરો સુધી પણ આ વેચાણ પોતે કરી રહ્યા છે.

આ અંગે પરસાણા દિવ અશોકભાઈએ જણાવ્યું કે, મેં એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કરેલો છે અને અગાઉ નોકરી કરતો હતો. પરંતુ વતનમાં પરત ફરીને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છું. હાલ જોઈએ તો કેમિકલ યુક્ત અનેક વસ્તુઓનો લોકો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે સ્કિન, કેન્સર જેવી સમસ્યાઓ લોકોમાં જોવા મળી રહી છે. તેની જગ્યાએ જો પ્રાકૃતિક રીતે તૈયાર થતી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે તો લોકોને ફાયદો થતો હોય છે, જેથી અમે હાલ અલગ અલગ પ્રકારના સાબુ તૈયાર કરી રહ્યા છીએ, જેમાં કોઈપણ પ્રકારના હાનિકારક કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી, જેથી તેની માંગ પણ ખૂબ સારી રહેલી છે.

આ પણ વાંચો: મહિલા પશુપાલકની કમાલ, જમીન વગર 100 ગૌવંશની સંભાળ, લાખોની કમાણી

ખાસ કરીને અમે જે પાંચથી છ પ્રકારના સાબુ તૈયાર કરી રહ્યા છીએ, તેમાં કેસુડામાંથી બનતા સાબુની ખાસ માગ રહેલી છે. ખાસ કરીને બાળકો માટે કેસુડો અને દૂધમાંથી સાબુ તૈયાર કરીએ છીએ. આ ઉપરાંત લીમડો, કપૂર, ગુલાબ, લીંબુ, તેમજ મેથી વગેરેના પણ અમે સાબુ તૈયાર કરી રહ્યા છીએ. 50 રૂપિયાનો એક સાબુ અમે વેચાણ કરી રહ્યા છીએ. ખાસ કરીને દરેક પ્રકારના સાબુમાં અમે ગૌમૂત્રનો ઉપયોગ કરીએ છીએ. ભાવનગર જિલ્લાના દરેક વિસ્તારમાં અમારા આ સાબુનું વેચાણ થઈ રહ્યું છે. આ ઉપરાંત સુરત જેવા મોટા શહેરો સુધી પણ અમારા આ સાબુ વેચાઈ રહ્યા છે અને મહિને 14 હજાર રૂપિયા કરતા પણ વધુનું વેચાણ ફક્ત સાબુનું થઈ રહ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *