Final Up to date:
સોશિયલ મીડિયા પર લગ્નનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં દુલ્હન સ્ટેજ પર આવે છે ત્યારે તેની સાથે કંઈક એવું થાય છે કે જેના કારણે તે ડરીને બૂમાબૂમ કરવા લાગે છે. વીડિયો જોઈને તમે પણ હસી પડશો.
લગ્નની સિઝન શરૂ થાય કે સોશિયલ મીડિયા પર અલગ અલગ વીડિયો વાયરલ થતા હોય છે. તેમાં પણ ખાસ કરીને લગ્નમાં દુલ્હન અને વરરાજાની કોઈ પળ હોય તેનો વીડિયો પહેલા વાયરલ થતો હોય છે. હાલ એક આવો જ વીડિયો વાયરલ થયો છે. જેમાં દુલ્હન સ્ટેજ પર જાય છે ત્યારે તેની સાથે જોવા જેવી થાય છે. આ એક બંગાળી રીતિરિવાજ પ્રમાણે થતા લગ્નનો વીડિયો છે. જે યુઝર્સને ઘણો પસંદ આવ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે લગ્નનો બરાબર માહોલ જામ્યો હોય છે. સ્ટેજ પર બધા મહેમાન ઊભા હોય છે. તે જ સમયે એક વિધિ શરૂ થાય છે જે બંગાળીઓના લગ્નમાં ઘણી હસી મજાક સાથે કરવામાં આવે છે. આ વિધિમાં પરિવાર અને મિત્રો દ્વારા દુલ્હન અને વરરાજાને ખોળામાં ઉઠાવવામાં આવે છે અને થોડા સમય સુધી તેમને ઉપર હવામાં રાખવામાં આવે છે.
જેવી દુલ્હનને ઉઠાવવામાં આવે છે કે ડરીને બૂમાબૂમ કરવા લાગે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હન આ વિધિને લઈને કેટલી ગભરાઈ ગઈ હતી. દુલ્હનને બૂમો પાડતા જોઈને મહેમાનો પણ ચોંકી જાય છે. વરરાજા પણ દુલ્હનને જોઈને ડરી જાય છે. જોકે તે તેનો હાથ પકડીને તેને સંભાળી લે છે. સ્ટેજ પર ખરેખરનાં આ દ્રશ્ય જોઈને મહેમાનો પણ હસી પડે છે.
ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો @payalchakraboty નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા આ વીડિયો પર પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપવામાં આવી છે. જેમાં મોટા ભાગના યુઝર્સ દ્વારા કોમેન્ટમાં રમૂજી પ્રતિક્રિયાઓ આપવામાં આવી છે. જેને લઈને આ વીડિયો હાલ ઘણો વાયરલ થયો છે.
Feb 22, 2026 11:10 PM IST

