શિવલિંગ પર માથું ટેકવતા વાઘનો વીડિયો વાયરલ

શિવલિંગ પર માથું ટેકવતા વાઘનો વીડિયો વાયરલ

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love



સોશિયલ મીડિયા પર અત્યારે મધ્યપ્રદેશના કટની જિલ્લાનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ધીમરખેડાના શાહદર જંગલમાં એક વાઘ પ્રાચીન શિવલિંગ પાસે પહોંચીને ભક્તિભાવપૂર્વક માથું નમાવતો અને જીભ ઘસતો જોવા મળ્યો. વાયરલ વીડિયોમાં વાઘ ખૂબ જ શાંત મુદ્રામાં દેખાય છે. તે શિવલિંગ પાસે બેસે છે, પોતાનું માથું અને જીભ ત્યાં ઘસે છે અને કોઈ પણ પ્રકારનું આક્રમક વર્તન કર્યા વગર જંગલમાં પાછો ફરી જાય છે. આ વિસ્તાર બાંધવગઢ ટાઈગર રિઝર્વ સાથે જોડાયેલો કોરિડોર છે. ભક્તો આ ઘટનાને આસ્થા સાથે જોડી રહ્યા છે, અને આને વાઘની શિવભક્તિ ગણાવી રહ્યા છે. જોકે વન વિભાગે તેને વાઘનું સ્વાભાવિક વર્તન ગણાવ્યું છે. વન વિભાગના અધિકારીઓના મુજબ આ સ્થળ ગામથી માત્ર 400 મીટર દૂર હોવાથી વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. સાથે જ ગ્રામજનોને સાવધાન રહેવા સૂચના આપવામાં આવી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *