બજેટ સત્રમાં વિપક્ષ નેતા દેવાંગ દાણીએ ખુલ્લેઆમ કોને કહ્યું I LOVE U?

બજેટ સત્રમાં વિપક્ષ નેતા દેવાંગ દાણીએ ખુલ્લેઆમ કોને કહ્યું I LOVE U?

બિઝનેસ BUSINESS
Spread the love



આ દૃશ્યો અમદાવાદ મનપાના બજેટ સત્રની ચર્ચાના છે. જ્યાં વિપક્ષ નેતાએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આઈ લવ યુ કહેતા હાસ્યની લહેર પ્રસરી હતી. ઘટના જાણે એમ બની કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ કોંગ્રેસના ભૂતકાળ અંગે ટોણા મારી રહ્યા હતા. આ સમયે વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ ઊભા થયા અને તેમણે કહ્યું કે કોઈના લગ્ન ન થાય તો શું કોંગ્રેસ જવાબદાર છે? સાથે જ તેમણે એવું પણ કટાક્ષ કરતા કહ્યું કે ચેરમેન શ્રીએ લગ્ન પણ નથી કર્યા તો શું કોંગ્રેસ જવાબદાર છે. આ શબ્દ આવતા જ તમામ લોકો ગૃહમાં હસી પડ્યા. જો કે ત્યારબાદ ગૃહમાં હાજર ભાજપ સભ્યોએ વળતો ટોણો મારતા કહ્યું હતું કે પપ્પુએ પણ 55 વર્ષ લગ્ન નથી કર્યા. આ શબ્દો સાંભળતા જ વળતી પ્રતિક્રિયા સ્વરૂપે વિપક્ષ નેતાએ ચેરમેન દેવાંગ દાણીને ગૃહમાં I really like you કહેતાં ગૃહમાં ઉપસ્થિત મેયર, ચેરમેન સહિતના પદાધિકારીઓ અને કોર્પોરેટર હસી પડ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *