વડોદરા: નંદેસરી GIDC વિસ્તારમાં ગેસ લાઈનમાં લીકેજ થવાની ઘટના બની. કોઈ કારણોસર લાઈન લીકેજ થતાં જમીનમાંથી ભીષણ આગની જ્વાળાઓ ઉઠી હતી. જાહેર રોડ પર અચાનક અગનજ્વાળા દેખાતા વાહનચાલકો અને આસપાસના લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે જ્યારે આગની જ્વાળાઓ ઉઠી રહી હતી તે સમયે આ વિસ્તારમાં એક કેમિકલ ભરેલું ટેન્કર પણ પડેલું હતું. જેથી લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. તો ઘટનાની જાણ થતાં તાત્કાલિક ગેસ કંપનીની ટીમ અને વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફાયર ફાઈટર્સે તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો હતો. મહત્વનું છે કે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને ગેસ સપ્લાય અટકાવી કંપનીએ લીકેજ બંધ કરતા સૌએ રાહતન શ્વાસ લીધો હતો. આ અગન જ્વાળાના દ્રશ્યો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
Source link
