T20 World Cup Tremendous 8: વરસાદે ઓસ્ટ્રેલિયાનું સપનું તોડ્યું, આયર્લેન્ડ સામેની મેચ રદ થતા ઝિમ્બાબ્વે સુપર-8માં પહોંચ્યું

T20 World Cup Tremendous 8: વરસાદે ઓસ્ટ્રેલિયાનું સપનું તોડ્યું, આયર્લેન્ડ સામેની મેચ રદ થતા ઝિમ્બાબ્વે સુપર-8માં પહોંચ્યું

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


T20 World Cup 2026 Tremendous 8: આયર્લેન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચે પલ્લીકેલે ખાતેની મેચ વરસાદને લીધે રદ કરવામાં આવી છે. આ મેચ રદ થયા બાદ ઓસ્ટ્રેલિયન ટીમ ટી-20 વર્લ્ડ કપ 2026 સુપર 8 રાઉન્ડ માંથી બહાર થઈ ગઈ છે. આયર્લેન્ડને પણ ટુર્નામેન્ટના આગામી રાઉન્ડ માટેની રેસમાંથી બહાર થવું પડ્યું છે. વરસાદે મોટો ઉલટફેર કરતાં ઝિમ્બાબ્વેને સુપર 8માં એન્ટ્રી મળી છે. 

આયર્લેન્ડ vs ઝિમ્બાબ્વે મેચમાં શું થયું?

આયર્લેન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે બપોરે લીગ મેચ રમાવાની હતો. જોકે વરસાદને લીધે એક પણ બોલ ફેંકાયા વગર મેચ રદ કરવામાં આવી છે. જેને લીધે બંને ટીમને એક એક પોઇન્ટ મળ્યા. 

પોઈન્ટ્સ ટેબલનું ગણિત: ઓસ્ટ્રેલિયા કેવી રીતે બહાર થયું?

વરસાદથી મેચ રદ થતાં મળેલા એક પોઇન્ટ સાથે ગ્રુપ બીમાં ઝિમ્બાબ્વે 5 પોઇન્ટ સાથે સુપર 8 માં પહોંચી ગયું છે. આ ગ્રુપમાં 6 પોઇન્ટ સાથે શ્રીલંકાએ અગાઉ સુપર 8 માટે પોતાનું સ્થાન બનાવ્યું હતું. 4 પોઇન્ટ સાથે ઓસ્ટ્રેલિયાનું સપનું તૂટી ગયું છે. 

સુપર-8 માં પહોંચનારી ટીમોની યાદી

ભારત, શ્રીલંકા, ઝિમ્બાબ્વે, વેસ્ટઇન્ડિઝ, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ એમ સાત ટીમ સુપર 8 માં પહોંચી છે. જ્યારે ગ્રુપ એમાંથી ભારત એક જ સુપર 8માં આવ્યું છે. બીજી ટીમ માટે પાકિસ્તાન, યૂએસએ વચ્ચે હજુ જો અને તો જેવી સ્થિતિ છે. 

ઝિમ્બાબ્વેને પણ ગ્રુપ B માંથી શ્રીલંકાની સાથે સુપર 8માં પ્રવેશ મળ્યો છે. એટલે કે ઓમાન બાદ હવે ઓસ્ટ્રેલિયા અને આયર્લેન્ડ બંને આ ગ્રુપમાંથી સુપર 8 ની રેસમાંથી બહાર થઈ ગયા છે. અત્યાર સુધીમાં, સુપર 8 માટે સાત ટીમોની પુષ્ટિ કરવામાં આવી છે. ટી 20 વર્લ્ડ કપ ટેબલની વાત કરીએ તો ભારતે ગ્રુપ એમાંથી એકલું જ ક્વોલિફાય થયું છે. જો પાકિસ્તાન બુધવારે નામિબિયાને હરાવશે તો તેને સુપર 8 માં પ્રવેશ મળશે.

સુપર 8 મુકાબલો: ઝિમ્બાબ્વે ભારત સામે રમશે

ઝિમ્બાબ્વે સુપર 8માં પ્રવેશી ચૂક્યું છે પણ તેનું ગ્રુપ આસાન નહીં રહે. સુપર 8માં ઝિમ્બાબ્વે ગ્રુપ-1માં ભારત, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝની સાથે રહેશે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે તારીખ 26મી ફેબ્રુઆરીએ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મુકાબલો ખેલાશે.

આ ઉપરાંત ઝિમ્બાબ્વેની ટીમ સુપર 8માં તારીખ 22મી ફેબુ્રઆરીએ વેસ્ટ ઈન્ડિઝ અને તારીખ 1 માર્ચે સાઉથ આફ્રિકા સામે ટકરાશે.

ઑસ્ટ્રેલિયા ટીમનો ગ્રાફ નીચે ઉતર્યો

ટી-20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન ટીમનો ગ્રાફ છેલ્લી ત્રણ આવૃત્તિઓમાં સતત ઘટતો જોવા મળ્યો છે. વર્ષ 2022માં તેમના ઘરઆંગણે યોજાયેલા ટી-20 વર્લ્ડ કપમાં ટીમ સુપર 12માંથી બહાર થઈ ગઈ હતી. જે પછી 2024માં કાંગારુની ટીમ સુપર 8માંથી બહાર થઈ હતી. 

આ પણ વાંચો | T20 વર્લ્ડ કપ 2026: કોણ છે કેનેડાનો યુવરાજ સમરા? જેણે ન્યૂઝીલેન્ડ સામે 65 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ

આ વખતે 2026માં ઓસ્ટ્રેલિયા ગ્રુપ સ્ટેજ એટલે કે પ્રથમ રાઉન્ડમાંથી બહાર થઈ ગયું છે. આ દર્શાવે છે કે, ટી-20 વર્લ્ડ કપમાં કાંગારૂ ટીમનો ગ્રાફ સતત ઘટી રહ્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *