શહેરોને ટક્કર આપે એવું ગામ! નાનું ઝીંઝુડા બન્યું વિકાસનું મોડલ, પાણી, રોડ, શાળા અને તમામ સુવિધાઓ એક જ ગામમાં

શહેરોને ટક્કર આપે એવું ગામ! નાનું ઝીંઝુડા બન્યું વિકાસનું મોડલ, પાણી, રોડ, શાળા અને તમામ સુવિધાઓ એક જ ગામમાં

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

અમરેલી જિલ્લાના નાનું ઝીંઝુડા ગામે સાબિત કરી દીધું છે કે સાચી આયોજનશક્તિ, સરપંચની આગેવાની અને ગ્રામજનોના સહકારથી ગામડું પણ શહેર જેવી તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ બની શકે છે. પ્રાથમિક શાળા, શુદ્ધ પીવાનું પાણી, આરસીસી રોડ, પેવર બ્લોક, ગટર વ્યવસ્થા, વીજળી અને આરોગ્ય સેવાઓ જેવી સુવિધાઓ સાથે નાનું ઝીંઝુડા આજે એક પ્રગતિશીલ અને સુવિધાસભર ગામ તરીકે ઓળખ ઊભી કરી રહ્યું છે.

+

ઝીંઝુડા

ઝીંઝુડા ગામનો થયો વિકાસ

અમરેલી: હાલ હવે જોઈએ તો શહેરોની જેમ ગ્રામ્ય વિસ્તારમાં પણ તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થવા લાગી છે. ગામડાઓમાં જોઈએ તો શ્રેષ્ઠ આંગણવાડીથી લઈને ઉચ્ચ અભ્યાસ સુધીની સુવિધાઓ ઉપલબ્ધ થવા લાગી છે. અનેક ગામોમાં ઘર સુધી પાણીના કનેક્શન પહોંચ્યા છે તો ઇલેક્ટ્રિક લાઈટો પણ દરેક ઘર સુધી પહોંચી છે. દરેક રોડ-રસ્તાઓ ઉપર આરસીસી રોડ અને પેવર બ્લોક જોવા મળે છે. આ ઉપરાંત કેટલાક ગામોમાં તો આરોગ્ય કેન્દ્ર પણ શરૂ થયા છે. ગામના વિકાસમાં દાતાઓનો પણ પૂરતો સહયોગ રહેતો હોય છે.

નાના ઝીંઝુડા ગામ અમરેલી જિલ્લામાં આવેલ એક પ્રગતિશીલ અને સુવિધાસભર ગામ તરીકે ઓળખાય છે. ગ્રામ્ય વિસ્તાર હોવા છતાં અહીં આધુનિક સુવિધાઓ ધરાવતું ગામ છે. ગામમાં પ્રાથમિક શાળાની સુવિધા ઉપલબ્ધ છે, જેના કારણે બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ માટે દૂર જવું પડતું નથી. શાળામાં સ્માર્ટ ક્લાસ, પુસ્તકાલય અને રમતગમતની સુવિધાઓ ઉપલબ્ધ છે. ગામમાં પીવાના શુદ્ધ પાણી માટે પાણી પુરવઠા યોજના કાર્યરત છે. મોટાભાગના ઘરોમાં નળ દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે.

આ અંગે પદમણી મુકુંદભાઈએ જણાવ્યું કે, હું આ ગામનો વતની છું અને હાલ આ ગામમાં CVE તરીકે કામ કરી રહ્યો છું. અમારા ગામમાં હાલ સરપંચ તરીકે સુદાણી ભરતભાઈ છે. આ નાના ઝીંઝુડા ગામ જે 1500 કરતાં પણ વધુની વસ્તી ધરાવતું ગામ છે. અમારા ગામમાં સરકારી અનેક યોજનાનો લાભ ગ્રામ લોકો લઈ રહ્યા છે અને મોટાભાગના કામો ગ્રામ પંચાયતમાં અહીંયા વીસીઈ મારફતે જ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત દરેક લોકોને જ્યારે કોઈ યોજના બહાર પાડવામાં આવે છે તે અંગે અમારા દ્વારા તેમને સમજ આપવામાં આવે છે અને તેના વિશે માહિતગાર કરવામાં આવે છે. અમારા ગામમાં રહેલા સરપંચ તેમજ ગ્રામજનો અને ગામના દાતાઓ દરેક વ્યક્તિઓના સહકારથી અલગ અલગ પ્રકારના વિકાસના કામો કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: તરબૂચની ખેતીથી લાખોની કમાણી શક્ય? જાણો વૈજ્ઞાનિક પદ્ધતિ

સૌપ્રથમ ગામમાં ગંદકી ન થાય તે માટે યોગ્ય ગટર વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં જરૂર પડે ત્યાં પેવર બ્લોક અને જરૂર પડે ત્યાં આરસીસી રોડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દરેક ઘર સુધી લાઈટ પહોંચાડવામાં આવી છે, દરેક ઘર સુધી પાણી પહોંચાડવામાં આવ્યું છે. ઘર ઘર સુધી પાણી પહોંચે તે માટે ખૂબ ઊંચાઈએ પાણીનો ટાંકો તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગામના વિકાસમાં દાતાઓનો પણ પૂરતો સહયોગ રહ્યો છે. ગામની અંદર પ્રવેશતા જ ગામનો ગેટ તૈયાર કરવામાં આવ્યો છે. મુખ્ય રોડ નજીક જ અમારું ગામ હોવાના કારણે સમયસર વાહન વ્યવહાર પણ અહીંયાથી શરૂ રહે છે જેથી ગામમાંથી બહાર જવા કે બહારથી ગામમાં આવવા સરળતા રહે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *