Final Up to date:
16 ફેબ્રુઆરીના રોજ સાંજના 7.00 વાગ્યાથી દુનિયાભરના હજારો યુઝર્સ તેને એક્સેસ કરી શકતા નથી. ડાઉનડિટેક્ટર પર ફરિયાદ વધતી જાય છે. જ્યાં યુઝર્સ કહી રહ્યા છે કે હોમપેજ લોડ નથી થતું કે નથી રિફ્રેશ થઈ રહ્યું.
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X.com ફરી એક વાર ધડામ થયું છે. આજે એટલે કે 16 ફેબ્રુઆરીના રોજ સાંજના 7.00 વાગ્યાથી દુનિયાભરના હજારો યુઝર્સ તેને એક્સેસ કરી શકતા નથી. ડાઉનડિટેક્ટર પર ફરિયાદ વધતી જાય છે. જ્યાં યુઝર્સ કહી રહ્યા છે કે હોમપેજ લોડ નથી થતું કે નથી રિફ્રેશ થઈ રહ્યું.
આઉટેઝ રિપોર્ટ્સમાં અચાનક આવેલા ઉછાળાથી સ્પષ્ટ છે કે સમસ્યા કોઈ એક વિસ્તાર સુધી મર્યાદિત નથી, પણ આ સર્વર સાઈડની કોઈ મોટી ટેકનિકલ ગરબડ હોઈ શકે છે. હાલમાં એલન મસ્ક અથવા Xની ટીમ તરફથી તેના પર કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
કેટલાય યુઝર્સનું કહેવું છે કે વેબસાઈટ અને મોબાઈલ એપ બંને પર ખાલી સ્ક્રીન અથવા એરર મેસેજ દેખાઈ રહ્યા છે, જ્યારે અમુકને ખાલી ટાઈમલાઈન લોડ નથી થઈ રહી. તેનાથી સ્પષ્ટ થાય છે કે સમસ્યા ખાલી ભારત સુધી મર્યાદિત નથી, પણ ગ્લોબલ લેવલ પર પ્લેટફોર્મ ઠપ થયું છે.
Downdetector જેવી સાઈટ્સ પર રિપોર્ટ્સનો ગ્રાફ ઉપર જતો દેખાઈ રહ્યો છે, જે બતાવે છે કે થોડી વારમાં ઘણા યુઝર્સને આ સેવામાં તકલીફ આવતી હોવાની ફરિયાદ નોંધાઈ રહી છે.
જો કે હજુ સુધી એક્સ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી કે સર્વિસ કેમ ડાઉન થઈ છે અને તેને ઠીક થવામાં કેટલો સમય લાગશે.

