સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં ભારતી આશ્રમમાં કીર્તિ પટેલ ભજન સાંભળતી દેખાઈ રહી છે. કીર્તિ તેના સાથીદારો સાથે ડાયરાના કલાકારો તેમજ હરીહરાનંદ બાપુ પર ચલણી નોટો ઉડાવતી દેખાઈ રહી છે. નોંધનીય છે કે, સુરતની લેડી ડોન અને વિવાદાસ્પદ ચહેરો કીર્તિ પટેલ ફરીથી ચર્ચામાં આવી છે. જૂનાગઢ મહાશિવરાત્રિના છેલ્લા દિવસે એટલે કે, રવિવારે (15મી ફેબ્રુઆરી) રાતે મેળામાં મૃગીકુંડમાં કીર્તિ પટેલે ડૂબકી લગાવતા વિવાદ સર્જાયો છે. મહિલા પોલીસે કીર્તિ પટેલને મૃગીકુંડમાંથી બહાર કાઢી હતી. મૃગીકુંડમાં સ્નાન બાદ કીર્તિ પટેલે જાહેરમાં કહ્યું છે કે, ‘હું સનાતની છું, હું તો સ્નાન કરીશ જ.’ બીજી બાજુ કીર્તિ પટેલના આવવાથી સાધુસંતો ભારે ગુસ્સે ભરાયા છે.

