Final Up to date:
લિબરલ સેનેટર ઝેન હ્યૂમે સંસદ ભવનના જિમના વોશરૂમમાં કોન્ડોમની હાજરીથી અનોખી વિસંગતિ તરફ ઈશારો કર્યો હતો. સેનેટર હ્યૂમે જણાવ્યું કે સંસદ ભવનના જિમમાં મહિલાઓના ચેન્જિંગ રૂમમાં તો કોન્ડોમ છે, પણ પુરુષોના ચેન્જિંગ રૂમમાં નહીં.
કેનબરા: ઓસ્ટ્રેલિયાની સંસદમાં કોન્ડોમ સાથે જોડાયેલા ટોપિકને લઈને અજીબોગરીબ સ્થિતિ ઊભી થઈ છે. 9 ફેબ્રુઆરીના રોજ સદનમાં સેનેટ એસ્ટિમેટ્સ સમિતિની બેઠક ચાલી રહી હતી. આ દરમ્યાન એક મહિલા સાંસદે કોન્ડોમને લઈને ચોંકાવનારા સવાલ પૂછ્યા હતા. તેમણે જ્યારે માઈક પર સવાલ કરતા કહ્યું કે, સંસદ ભવનના જિમમાં કોન્ડોમની ઉપલબ્ધતા પર મહિલાઓ અને પુરુષોમાં અંતર કેમ રાખવામાં આવે છે? તેમનો આ સવાલ સાંભળી સદનમાં હાજર નેતાઓ ચોંકી ગયા હતા.
હકીકતમાં જોઈએ તો, લિબરલ સેનેટર ઝેન હ્યૂમે સંસદ ભવનના જિમના વોશરૂમમાં કોન્ડોમની હાજરીથી અનોખી વિસંગતિ તરફ ઈશારો કર્યો હતો. સેનેટર હ્યૂમે જણાવ્યું કે સંસદ ભવનના જિમમાં મહિલાઓના ચેન્જિંગ રૂમમાં તો કોન્ડોમ છે, પણ પુરુષોના ચેન્જિંગ રૂમમાં નહીં. તેમણે તેના પર સવાલ ઉઠાવતા કહ્યું કે, એવું લાગે છે કે જાણે સેક્સુઅલ હેલ્થની સમગ્ર જવાબદારી ખાલી મહિલાઓ પર જ નાખી છે. જ્યારે પુરુષો તેના ઉપયોગ માટે બરાબરના જવાબદાર માનવામાં આવતા નથી.
સવાલની શરૂઆત: સેનેટર જેમ્સ મેકગ્રાથ સંસદ ભવનના જિમના કામકાજના કલાકોમાં કાપ અને લગભગ 1.5 કરોડ ડોલરના ખર્ચથી 11 સુઈટ્સના નવીનીકરણ પર સવાલ પૂછી રહ્યા હતા. આ દરમ્યાન સેનેટર હ્યુમે કોન્ડોમવાળો મુદ્દો ઉઠાવ્યો.
વિભાગીય સચિવ નિકોલા હિંડરે આ ગડબડીનો સ્વીકાર કર્યો છે અને એવું પણ કહ્યું છે કે તેમને આના વિશે કોઈ જાણકારી નથી. તેમણે મજાકના અંદાજમાં એવું પણ કહ્યું કે આ સારી વાત છે કે મહિલાઓ પોતાના યૌન સ્વાસ્થ્યનો ખ્યાલ રાખી રહી છે. સેનેટર હ્યૂમે જવાબમાં કહ્યું કે, હું બસ આ જ વિચારી રહી છું કે પુરુષ પણ પોતાની જવાબદારી કેમ નથી ઉઠાવી રહ્યા?
આપને જણાવી દઈએ કે, સદનમાં ચર્ચા એ વાત પર થઈ રહી હતી કે જિમમાં સ્ટાફની હાજરીનો સમય ઓછો કરી દીધો છે. હવે રાતના 8 વાગ્યાની જગ્યાએ જિમના કલાકો ઓછા રહેશે. કેમ કે ડેટા અનુસાર, મોટા ભાગના લોકો સવારના 6થી સાંજના 6 વચ્ચે જ તેનો ઉપયોગ કરે છે. સેનેટર મેકગ્રાથે 11 સુઈટ્સના નવીનીકરણ પર ખર્ચ થઈ રહેલા 15 મિલિયન ડોલર લગભગ 125 કરોડ રૂપિયાને લઈ સવાલ પૂછ્યા હતા.
Feb 11, 2026 10:42 PM IST

